Gujarat

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

By GS TEAM
10 Aug 20251 min read
લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું



સોશિયલ મીડિયા પર ફેમસ થવા સ્કોર્પિયો કાર લઇ 12 જેટલા નબીરાઓ દ્વારા રિલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી. ફિલ્મી સ્ટાઇલમાં તમામ કાળા કલરની કારના કાફલા સાથે નબીરાઓએ સ્ટંટ કર્યો હતો. જે વીડિયો વાયરલ થતા પોલીસે નવ નબીરાઓને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં હાલ સ્ટંટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુઝર્સ ફેમસ થવા સહિતના કારણોસર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. ત્યારે નવલખી મેદાન ખાતે ગઈકાલે 12 જેટલા યુવાનોના ગ્રુપે કારનો કાફલો લઈ હેલીપેડ ખાતે ચક્કર લગાવ્યા હતા. તેઓ સાથે લાકડાનો ડંડો તથા ખુરશી પણ હતા. ત્યારબાદ જાહેર માર્ગ ઉપર પણ કારો દોડાવી રોલા પાડ્યા હતા. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન કચેરી દ્વારા વાયરલ વિડીયોના આધારે તપાસ કરી ત્રણ સ્કોર્પિયો તથા એક સ્વીફ્ટ કાર સહિત ચાર વાહનો ડીટેઇન કરી 9 યુવાનોને ઊઠબેસ સાથે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.