Get The App

વડોદરા: ગેરકાયદેસર કેમિકલ વેચવાનું કૌભાંડ, 198 બેરલ સહિત 13.66 લાખના મુદામાલ સાથે સંચાલક સહિત ત્રણ ઝડપાયા

Updated: Nov 17th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: ગેરકાયદેસર કેમિકલ વેચવાનું કૌભાંડ, 198 બેરલ સહિત 13.66 લાખના મુદામાલ સાથે સંચાલક સહિત ત્રણ ઝડપાયા 1 - image


વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર

વડોદરા નજીક આવેલા દશરથ ગામે છાણી પોલીસે જ્વલનશીલ જોખમી કેમિકલનું ગેરકાયદેસર વેચાણ મામલે કર્મયોગી ગોડાઉનમાં દરોડો પાડી સંચાલક સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા. છાણી પોલીસે અલગ-અલગ કેમિકલના 198 બેરલ સહિત 13.66 લાખ ઉપરાંતની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

છાણી પોલીસ મથકના જવાનો ઉચ્ચ પોલીસ અધિકારી અને છાણી પોલીસ મથકના પીઆઇ એમ.એસ પટેલિયા ની આગેવાનીમાં હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે, દશરથ ગામ થી વડોદરા તરફના સર્વિસ રોડ ઉપર જીએસએફસી નગર ગેટની સામે કર્મયોગી કેમિકલ ગોડાઉનમાં ગેરકાયદેસર જ્વલનશીલ જોખમી કેમિકલ નું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેના આધારે છાણી પોલીસે દરોડો પાડી ગોડાઉન ભાડે રાખનાર ઋષિત રમેશ ડાબેરીયા ( રહે -શાંતિકુંજ સોસાયટી, સુભાનપુરા, વડોદરા, મૂળ રહે/ રાજકોટ) તથા આસિસ્ટન્ટ દર્શિત ભીમજીભાઇ ડાબેરીયા (રહે- ફટીલાઈઝર નગર, જીએસએફસી, વડોદરા, મૂળ રહે/ રાજકોટ )અને મજુર તરીકે કામ કરનાર વિઠ્ઠલ બાબર વસાવા (રહે -ટપાલ ફળિયું, દશરથ ગામ, વડોદરા )ને ઝડપી પાડયા હતા. 

પોલીસે જ્વલનશીલ જોખમી અલગ-અલગ કેમિકલ ભરેલા 198 બેરલ ,હેન્ડ પંપ, ટ્રોલી મળી કુલ 13,66,660 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ સી.આર.પી.સી કલમ 102 મુજબ ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત ગોડાઉન સોખડા ગામના રહેવાસી મગનભાઈ પટેલનું હોય ભાડા કરાર પણ ના કર્યો હોય તે દિશામાં વધુ તપાસ આરંભી છે. હાલ ત્રણેય આરોપીઓની પોલીસે  41 (1)ડી મુજબ અટકાયત કરી તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.


Tags :