છાણી રોડના SBIના ATMમાં ગઠીયા એ ગ્રાહકનું કાર્ડ બદલી 55,554 ઉપાડી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એટીએમની અંદર ગ્રાહકો ઉપર નજર રાખી સિફત પૂર્વક તેમના કાર્ડ બદલીને રકમ ઉપાડી લેતા ઠગોએ નવા યાર્ડ વિસ્તારના એક સિક્યુરિટી ગાર્ડનું એટીએમ બદલીને 55,554 ઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે.
નવા યાર્ડ રામવાડીમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઈ પરમાર એ પોલીસને કહ્યું છે કે, ગઈ તા. 3જીએ હું છાણી રોડ પર આવેલા એસબીઆઇના એટીએમમાં ગયો હતો અને મીની સ્ટેટમેન્ટ કાઢ્યું તે દરમિયાન કોઈ ગાંઠિયાએ મારું કાર્ડ બદલી નાખ્યું હતું.
આ પછી મેં કાર્ડ નાખ્યું તો મારો પીન નંબર ખોટો બતાવતો હતો. જેથી કેવાયસી બાકી હશે તેમ માનીને હું ઘેર ગયો હતો. આ વખતે મારા મોબાઈલ ઉપર જુદા જુદા એટીએમમાંથી કુલ 55,554 ઉપાડી લેવામાં આવ્યા હોવાના મેસેજ આવ્યા હતા. જેથી એટીએમમાં આવેલા ગઠિયાએ મારું કાર્ડ બદલી લીધું હોવાનું અને મીની સ્ટેટમેન્ટ કાઢતો હતો તે વખતે મારો પીન નંબર પણ જાણી લીધો હોવાનું મને જણાયું હતું. ફતેગંજ પોલીસે આ બાબતે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.









