નડિયાદમાં એસસી-એસટી સેલનો આર્મ એએસઆઈ 4 લાખની લાંચ લેતા ઝડપાયો

આરોપીને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
એટ્રોસિટીના ગુનામાં ધરપકડ ના કરવા લાંચ માંગી હતી : એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં જ એસીબીના છટકામાં લાંચ લેતા પકડાયો
નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ એસસી-એસટી સેલની કચેરીના આર્મ એએસઆઈને ૪ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયો છે. આરોપીએ ફરિયાદીના ભાણા-ભાણીને એટ્રોસિટીના ગુનામાં પકડવાને બદલે માત્ર નોટિસ આપી જવા દેવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. આરોપીને કોર્ટમાં હાજર કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
ફરિયાદીના ભાણા-ભાણી વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો હતો. આ કેસમાં ફરિયાદીના ભાણા-ભાણીને અટકાયત નહીં કરવા અને માત્ર નોટિસ આપીને જવા દેવાના બદલામાં એસસી- એસટી સેલની કચેરી, નડિયાદ, જિ. ખેડામાં ફરજ બજાવતા આર્મ એએસઆઇ જયદીપસિંહ કાનજીભાઇ સોઢાપરમારે ૪ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચના નાણાં આરોપીને આપવા માંગતા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન આરોપી જયદીપસિંહ કાનજીભાઇ સોઢાપરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરેલી ૪ લાખ રૂપિયાની રકમ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ આરોપી રંગેહાથ ઝડપાઇ ગયો હતો. લાંચિયા કર્મચારીએ એસઓજી કચેરીના કમ્પાઉન્ડમાં આ લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પાસેથી લાંચની સ્વીકારેલી અને રિકવર કરેલી ૪ લાખ રૂપિયાની રકમ કબજે કરી હતી. આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરઉપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કર્યો હતો.
ખેડા જિલ્લામાં ૩ વર્ષમાં ચાર પોલીસ કર્મીઓ વિરૃદ્ધ લાંચના ગુના |
||
આરોપીનું નામ- હોદ્દો |
ગુનાની તારીખ |
લાંચની રકમ |
જયદીપસિંહ કાનજીભાઇ સોઢાપરમાર આર્મ એએસઆઇ, નડિયાદ |
ઓક્ટોબર-૨૦૨૫ |
૪ લાખ |
ભરતગિરી ગોસ્વામી આર્મ એએસઆઇ, ખેડા- નડિયાદ એલઆઈબી |
ઓગસ્ટ-૨૦૨૪ |
પાંચ લાખ |
પંકજકુમાર તખતસંગ મેર કોન્સ્ટેબલ, લીંબાસી |
ઓગસ્ટ-૨૦૨૫ |
૪૦ હજાર |
પ્રવીણસિંહ સોલંકી, કોન્સ્ટેબલ અને ધીરા પાગી, નિવૃત્ત એએસઆઇ, ખેડા |
ફેબુ્રઆરી-૨૦૨૩ (ગુનાની માંગણી) |
૩.૭૫ લાખ (માંગણી) |
હિરેન પટેલ, કોન્સ્ટેબલ |
જુલાઈ-૨૦૨૫ |
૨૫ હજાર |