Get The App

સયાજી માં હિપની સૌપ્રથમ નવી ટેકનિકથી સર્જરી કરાઇ

હિપ ઓથ્રોસ્કોપીથી થતી સારવારમાં રિકવરી ઝડપથી આવે છે

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
સયાજી માં  હિપની સૌપ્રથમ નવી ટેકનિકથી  સર્જરી કરાઇ 1 - image

વડોદરા,સયાજી  હોસ્પિટલમાં  હવે થાપાની ઓપન સર્જરી થઇ રહી છે. જેના કારણે દર્દીઓને ઓછી તકલીફ થાય છે અને ઝડપથી સાજા થવાની શક્યતા વધી જાય છે.

આ સર્જરીમાં વાઢકાપ ઓછી નહીવત્ થાય છે. દર્દીના શરીર પર નાનો કાપો મૂકી દૂરબીન અને કેમેરાની મદદથી સર્જરી થાય છે. સયાજી  હોસ્પિટલના ડો.ધુ્રવ શાહ દ્વારા તાજેતરમાં જ હિપ ઇમ્પિન્જમેન્ટથી પીડાતા ૫૬ વર્ષના એક દર્દીની સારવાર હિપ ઓથ્રોસ્કોપી દ્વારા કરવામાં આવી હતી. આ રીતની સર્જરી થાપા, ઘુંટણ, ખભા અને ઘૂંટી પર પણ કરી શકાય છે.  આ પ્રકારની સર્જરી માટેના ઇન્સ્ટ્રુમેન્ટ છેલ્લા એક વર્ષથી સયાજી હોસ્પિટલમાં છે. એક વર્ષ દરમિયાન ઘુંટણ અને ખભાની અંદાજે ૪૦૦ સર્જરી કરવામાં આવી છે.  પરંતુ, હિપ માટેની સૌ પ્રથમ સર્જરી કરાઇ છે.

Tags :