Gujarat
સાવલીની નારપુરા ગ્રામ પંચાયતની રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી
By GS TEAM
3 Jul 20251 min read

વડોદરાના સાવલી તાલુકાના નારપુરા ગ્રામ પંચાયતની રાજ્યમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી થઈ છે. નારપુરા ગામે 81.56 નો અગ્રણી સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
નારપુરા ગ્રામ પંચાયતના સરપંચ મધુબેન વાઘેલા અને તલાટી કમ મંત્રી દિલીપભાઈ વણકરના જણાવ્યા મુજબ, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ પી.એ.આઇ (પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્ષ) હેઠળ કુલ 9 થીમ આધારિત મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાંથી થીમ નંબર 8 - "પંચાયત વીથ ગુડ ગવર્નન્સ એટલે સુશાસન સાથે સરપંચ" હેઠળ નારપુરા ગામે 81.56 નો અગ્રણી સ્કોર મેળવી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગ્રામજનોને ઘરે બેઠા સરકારી સેવાનો લાભ પ્રાપ્ત થયો
આ થીમ હેઠળ સુશાસન અને ગ્રામ વિકાસ માટેના 26 માપદંડોને આધારે પંચાયતનું મૂલ્યાંકન થાય છે. જેમાં GPDP (ગ્રામ પંચાયત ડેવલોપમેન્ટ પ્લાન) બાબતની ગુણવત્તામાં સુધારો થાય તેવી બાબતો જેમ કે, કેટલા વિભાગો મારફત જીપીડીપી તૈયાર થાય છે - જેમાં શિક્ષણ, પોષણ, આરોગ્ય વગેરેનો સમાવેશ થાય છે. નારપુરા ગ્રામ પંચાયતએ CSC (કોમન સેન્ટર સર્વિસ) માધ્યમથી લોકો સુધી સેવાઓ પહોંચાડવામાં અત્યંત સફળતા મેળવી છે. ઉપરાંત, પંચાયતની સ્વભંડોળ આવકમાં પણ સતત વધારો થયો છે. નારપુરા ગામના નાગરિકોને આજે ઘેર બેઠા – 7/12 અને 8અના દાખલા, આવકના દાખલા, જન્મ-મરણના દાખલા, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, રેશનકાર્ડ, ખેડૂત પોર્ટલ, આયુષ્માન કાર્ડ અને વહાલી દિકરી યોજના જેવી વિવિધ સેવાઓ સમયમર્યાદામાં સરળતાથી મળી જાય છે.