Get The App

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં 12 રમતોના આધુનિક મેદાનો પરંતુ કોચ માત્ર 2

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં 12 રમતોના આધુનિક મેદાનો પરંતુ કોચ માત્ર 2 1 - image

રૂ. 9 કરોડનો નવોનકોર સ્વીમીંગ પુલ બંધ હાલતમાં, મેદાનોની જાળવણીનો અભાવ : ગ્રાન્ટેડ કોલેજોમાં વર્ષ 2012 પછી શારિરીક શિક્ષણના વ્યાખ્યાતાની ભરતી થઇ નથી : યુનિ.ના સ્પોર્ટસ ડિપાર્ટમેન્ટમાં માત્ર 1 કાયમી કર્મચારી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જુદા-જુદા 12 મેદાનો આવેલા છે. જેમાં ગુજરાત સ્પોર્ટસ ઓથોરોટીની મદદથી હોકી માટે રૂ. 3 કરોડના ખર્ચે એસ્ટોટર્ફ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત વોલીબોલ, ક્રિકેટ, હેન્ડબોલ, લોન ટેનીસ, હાઇજમ્પ, લોંગજમ્પ, વિશાળ એથ્લેટીક્સ ગ્રાઉન્ડ ઉપરાંત ઇન્ડોર સ્ટેડિયમ સહિતની સુવિધાઓ વષોથી ઉપલબ્ધ છે. પરંતુ કમનસીબી એ છે કે મેદાનો પાછળ લાખો રૂ.નું આંધણ કરનાર યુનિ.ને રમતોનું પ્રશિક્ષણ આપી શકે તેવા કોચની નિમણૂંક કરવામાં બિલકુલ રસ નથી.

સૌરાષ્ટ્ર યુનિ.માં શારિરીક શિક્ષણ નિયામકની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. અગાઉ વિદ્યાર્થી કેળવણી અધિકારી અને શારિરીક શિક્ષણ નિયામકની જે બે પોસ્ટ હતી તેના કારણે વિદ્યાર્થીઓના બૌધ્ધિક અને શારિરીક શિક્ષણની પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન ધમધમતી હતી. કમનસીબે વિદ્યાર્થી કલ્યાણ અધિકારીની પોસ્ટ નાબુદ થઇ ગયા બાદ વેકેશન દરમિયાન યોજાતી શિબિરો વર્ષોથી બંધ થઇ ગઇ છે. શારિરીક શિક્ષણ વિભાગમાં કાયમી માત્ર એક જ કર્મચારી છે.  લાંબા સમયથી શારિરીરક નિયામકની ખાલી જગ્યા ભરાતી નથી જેના કારણે નવા કોચ, નવી રમતો જે નવા સાધનો ઉમેરાતા નથી. બોર્ડ ઓફ સ્પોર્ટસની રચના કરવામાં આવી છે પરંતુ આજ સુધી આ બોર્ડ જાણે કાગળ ઉપર રહ્યું હોય તેવી સ્થિતિ છે.

મેદાનોના મેઇન્ટેનન્સ માટે દર વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ જાળવણીની બાબતમાં દર વર્ષે અનેક ફરિયાદો ઉઠતી રહે છે. રૂ. 9 કરોડના ખર્ચે નવો બનાવેલો સ્વીમીંગ પુલ દુષિત પાણીની ફરિયાદો સાથે બંધ પડયો છે. ઇન્ડોર સ્ટેડિયમમાં ભેજ ઉતરે છે. સ્પોર્ટસ હોસ્ટેલ નવી બનાવવામાં આવી હોવા છતાં તેનો મહત્તમ ઉપયોગ થતો નથી. કામ ચલાઉ ધોરણે યુનિ.એ માત્ર બે રમતોના કોચ કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે. બેડમિંટન અને જીમ્નેશિયમની ગેમના કોચ  નવી ગ્રાન્ટેડ કોલેજમાં 2012 પછી અને સરકારી કોલેજમાં 2015 પછી શારિરીક શિક્ષણના વ્યાખ્યાતાની ભરતી થઇ નહીં હોવાને લીધે રમત-ગમતનાં મેદાનો ઉપર મહિનાઓ સુધી કોઇ ખેલાડી જોવા મળતા નથી. જે કેવી કમનસીબી છે.