Get The App

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો 1 - image


Rain Forecast: ગુજરાતમાંથી વિદાય લઈ રહેલા મેઘરાજાએ જતાં જતા ધમાકેદાર ઈનિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકાઓમાં ગુરૂવારે 1થી 3 ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. આવી રીતે જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ છે. આજે શુક્રવારે પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વિદાય લઈ રહેલા ચોમાસાના અંતિમ દિવસોમાં ગુજરાતભરમાં વરસાદ વરસ્યો છે. નવરાત્રિમાં પણ બે દિવસ સુધી વરસાદ વરસતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો. દરમિયાનમાં દશેરાના દિવસે સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. આવી રીતે જ દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતના કુલ 104 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ આજના દિવસમાં વરસ્યો છે.

અમદાવાદમાં હળવો વરસાદ વરસ્યો

વેસ્ટર્ન ડિસ્ટબર્નસ અને લો પ્રેસર સિસ્ટમની અસરના પગલે અમદાવાદના વાતાવરણમાં ગુરૂવારે પલટો આવતા બપોરના સમયે કાળા ડીબાંગ વાદળો સાથે શહેરના અનેક વિસ્તારમા હળવો વરસાદ વરસ્યો હતો.વાતાવરણ જોતા ભારે વરસાદ પડશે એ આશા ઠગારી નિવડી હતી.ઉસ્માનપુરા ઉપરાંત નવા વાડજ, ચાંદખેડા ઉપરાંત  ગોતા, ચાંદલોડીયા, જોધપુર, સરખેજ અને મકતમપુરા વિસ્તારમાં થોડી મિનીટ હળવો વરસાદ પડયા પછી બંધ થઈ ગયો હતો. 

સવારના 6થી રાતના 8 કલાક સુધીમાં શહેરમા સરેરાશ 0.15 મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ 42.52 ઈંચ વરસાદ થયો હતો.વાસણા બેરેજનુ લેવલ 134.25 ફુટ નોંધાયુ હતુ. નર્મદા કેનાલમાંથી 7,021 તથા સંત સરોવરમાંથી 5,186 કયુસેક પાણીનો ઈનફલો નોંધાયો હતો.નદીમાં 12,061 તથા કેનાલમાં 155 કયૂસેક પાણીનો આઉટફલો નોંધાયો હતો.બેરેજના ચાર ગેટ 2થી 3.5 ફુટ સુધી ખોલવામા આવ્યા હતા.

Tags :