Get The App

સતિષ નિશાળીયાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, જી.બી.સોલંકીના માથે નવી જવાબદારી

મને કહેવામાં આવ્યું કે, જિલ્લા ભાજપ પ્રમુખ અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પસંદ કરોઃ સતિષ નિશાળીયા

Updated: Oct 31st, 2023

GS TEAM


Google News
Google News
સતિષ નિશાળીયાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, જી.બી.સોલંકીના માથે નવી જવાબદારી 1 - image



વડોદરાઃ (Vadodara)સહકારી ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યાં છે. સતિષ નિશાળીયાએ બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામું આપતા સમગ્ર ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે. (cooperative sector)તેમણે રાજીનામુ આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી અને આગામી (baroda dairy)લોકસભાની ચૂંટણીમાં પ્રમુખના વિઝનને પુરૂ કરવા માટેનું કારણ જણાવ્યું હતું.(satish nishaliya)હવે નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી ઉપપ્રમુખ જી. બી. સોલંકી કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે. 

લોકસભામાં જિલ્લા પ્રમુખની જવાબદારી છે

સતિષ નિશાળીયાએ વધુમાં જણાવ્યું હતું કે,ફેબ્રુઆરી-2023ના રોજ પ્રદેશ ભાજપા દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે બાદ માર્ચ-2023માં અને જુલાઇ-2023માં પણ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દો તેવી જવાબદારી નક્કી છે. મને સુચન કરવામાં આવ્યું કે, આપ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પર પસંદગી કરો. ત્યારે હું રાજીખુશીથી બરોડા ડેરીમાંથી પ્રમુખ પદેથી રાજુનામું આપું છું.

લોકસભાની ચૂંટણીમાં પૂરોપૂરો સમય આપવો છે

સતિષ નિશાળીયાએ વધુમાં કહ્યું હતું કે, મારા ક્ષેત્રમાં 3 લોકસભા બેઠકો છે. તમામને જીતાડવા માટે મારા પ્રયત્નો રહેશે. લોકસભાની ચૂંટણીમાં પૂરોપૂરો સમય આપવા માંગુ છું. બરોડા ડેરીમાં 13 ડિરેક્ટરો હોય, વહીવટ કરવા પુરતા પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે. બરોડા ડેરીમાં 13 પ્રમુખ અને 13 ઉપપ્રમુખ છે. તમામ ભેગા મળીને વહીવટ કરતા હોય છે. આગામી સમયમાં પણ પાર્ટી જેને પ્રમુખ બનાવશે તે બધા જ પશુપાલકોનું અને સંસ્થાનું હિત જોશે. ગુજરાતમાં ક્યાં પણ બરોડા ડેરી ભાવ આપવામાં પાછળ નથી.

Tags :