વડોદરા જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખનું નિધનઃ ગામના નામે ઓળખાતા સતીશ પટેલની ત્રિપુટી તૂટી
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા સતીશ પટેલ(ખેરવાડી)નું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ અવસાન થતાં હરણીના સ્મશાન ગૃહે અંતિમવિધિ કરાઇ હતી.
નોંધનીય છેકે,વડોદરા જિલ્લા ભાજપમાં સતિશ પટેલ નામના ત્રણ આગેવાનો હોવાથી ત્રણેયને ગામના નામથી ઓળખવામાં આવે છે.આ પૈકી એક સતીશ છાણી, બીજા સતીશ નિશાળિયા અને ત્રીજા સતીશ ખેરવાડી હતા.