અમદાવાદના શિવરંજનીમાં દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, એક યુવતી અને છ યુવકોની અટકાયત
Representative image |
Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂનો જથ્થો ઝડપાઈ છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં સંગાથ ટાવરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. પોલીસે છ યુવક અને એક યુવતીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીજીમાં દારૂની મહેફિલ ચાલતી હતી
મળતી માહિતી અનુસાર, શહેરના શિવરંજની વિસ્તારમાં સંગાથ ટાવર ચાલતા એક પીજીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની સેટેલાઈટ પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડા પાડતા એક યુવતી અને છ યુવકો નશાની હાલતમાં ઝડપાયા હતા. સ્થળ પરથી પોલીસે દારૂની 2 ખાલી બોટલ અને દારૂ પાર્ટીનો સામાન જપ્ત કર્યો છે.
સેટેલાઈટ પોલીસે આ નબીરાની અટકાત કરીને મેડિકલ રીપોર્ટ કરાવ્યા છે અને જે પીજીમાં રહેતા હતા તેના સંચાલકને પણ જાણ કરવામાં આવી છે. હાલ પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.