વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો કરતી ચિઠ્ઠી લખી ભર્યું પગલું
Vadodara : વડોદરા નજીક આવેલા તલસટ ગામના સરપંચ નવનીત બળવંતભાઈ ઠાકોરે ગઈ રાત્રે ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝેરી દવા પીધા બાદ સરપંચે તેમના ભાઈ હિતેશ ઠાકોરને ફોન કરીને જાણ કરી હતી જેથી તેઓ તેમજ અન્ય લોકો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સરપંચે ઝેરી દવા પીતા પહેલા હાથથી લખેલી એક ચિઠ્ઠી જાહેર કરી હતી જેમાં પૂર્વ સરપંચ સુખદેવ ઠાકોર અને ગામના રાકેશ ઠાકોર સહિત અન્ય સામે આક્ષેપો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે આ લોકો વિકાસના કામો કરવા દેતા નથી અને મને સતત ટોર્ચર કર્યા કરે છે કામ કરવા દેતા નથી અને મારી નાખવાની ધમકીઓ આપે છે. અગાઉ પણ તેમણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.