લાલપુરના કરાણા ગામના સરપંચને છરીની અણીએ ધમકી આપી હડધૂત કરાયા : બે સામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ગામના સરપંચ ભગવાનજીભાઈ ખીમાભાઈ રાઠોડ ઉમર ૫૯ એ પોતાને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે તેમ જ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધુત કરવા અંગે પોતાના જ ગામના બળવંતસિંહ ઉર્ફે બળુવા વજુભા જાડેજા તેમજ મહિપતસિંહ વજુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓ દ્વારા કરાણા ગામમાં વિજ થાંભલા ફીટ કરાવવાનું કામ ચલાવવામાં આવી રહ્યું હતું, જે અંગે સરપંચ દ્વારા પૂછપરછ કરાતાં બંને આરોપીઓ ઉશ્કેરાયા હતા, અને તમે પૂછપરછ કરવા માટે કોણ છો, તેમ કહી ધમકી આપી હતી, અને દલિત જ્ઞાતિના છે તેવું જાણતા હોવાથી અપશબ્દો કહીને હડધુત કરાયા હતા, જેથી મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાય છે, અને પોલીસે બંને આરોપીઓ સામે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.








