Get The App

સાણંદ સર્કલ પાસે બસમાંથી બાયો ડીઝલ ભરેલા ૧૬ કેરબા જપ્ત કરાયા

રેગ્યુલર ડીઝલના બદલે બાયો ડીઝલનો ઉપયોગ થતો હતો

બાયો ડીઝલ રેગ્યુલર ડીઝલ કરતા ૨૫ રૂપિયા સસ્તુ પડતુ હતું ઃ રાજકોટ જિલ્લાના વાવડીથી ખરીદાયુ હતું

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
સાણંદ સર્કલ પાસે  બસમાંથી  બાયો ડીઝલ ભરેલા ૧૬ કેરબા જપ્ત કરાયા 1 - image

અમદાવાદ,બુધવાર

સાણંદ સર્કલ પાસેથી  મોરબીથી અમદાવાદ રૂટ પર જતી આવતી ખાનગી લક્ઝરી બસમાંથી સરખેજ પોલીસે ૫૬૦ લીટર બાયો ડીઝલ ભરેલા ૧૬ જેટલા કેરબા જપ્ત કરીને બસના માલિક અને ડ્રાઇવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. રેગ્યુલર ડીઝલ કરતા બાયો ડીઝલ ૨૫ રૂપિયા સસ્તુ હોવાથી રાજકોટના વાવડીમાં ગેરકાયદે ચાલતા પંપથી ખરીદી કરીને બસમાં બાયો ડીઝલનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવતો હતો.


સાણંદ સર્કલ પાસે  બસમાંથી  બાયો ડીઝલ ભરેલા ૧૬ કેરબા જપ્ત કરાયા 2 - imageસરખેજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ  વી એચ શર્મા અને તેમનો સ્ટાફ ગત રાત્રીએ સાણંદ  સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતો ત્યારે સાણંદથી ઇસ્કોન તરફ જતી કૃષ્ણમ નામના ટ્રાવેલ્સની બસને રોકીને તપાસ કરતા ડેકીમાથી કુલ ૧૬ કેરબા પ્રવાહી ભરેલા મળી આવ્યા હતા. આ અગે બસ ડ્રાઇવર રામજી ભુવા ( રાણાવાવ , પોરબંદર), બીજો ડ્રાઇવર અબ્દુલ સમા ( મજેવડી ગેટ પાસે, જુનાગઢ) અને બસના માલિક રવિ બાલસરા (નવલનગર, મવડી મેઇન રોડ, રાજકોટ)ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રાજકોટના વાવડીમાં એક મકાનમાં ગેરકાયદે બાયો ડીઝલનો પંપ ધરાવતા પાર્થ નામના વ્યક્તિ પાસેથી બાયો ડીઝલનો જથ્થો ૬૫ રૂપિયા લીટરના ભાવથી ખરીદી કર્યો હતો અને તે રેગ્યુલર ડીઝલના બદલે બાયો ડીઝલનો ઉપયોગ કરતા હતા. બાયો ડીઝલ પ્રતિંબધ હોવાથી અનેક ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક ડ્રાઇવર બેફામ રીતે બાયોડીઝલનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

Tags :