Get The App

સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન

ધરાશે સ્વિમિંગ પૂલમાં જમીનમાંથી પાણી ફૂટી રહ્યું હોઈ સમારકામ નહીં થાય તો નવીનીકરણ હાથ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાથી સભ્યો પરેશાન 1 - image


શહેરના વડીવાડી વિસ્તારમાં આવેલ સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ અંગે સભ્યોએ મ્યુ. કમિશ્નર, કલેકટર તથા સ્વિમિંગ પૂલના ઇન્ચાર્જ અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પૂલ શરૂ કરવાની માગ કરી છે.

સભ્યોનું કહેવું છે કે, સરદારબાગ સ્વિમિંગ પૂલ માટે એક વર્ષની માન્યતા ધરાવતા પાસ માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. ખાસ કરીને મહિલા સભ્યો સ્વિમિંગ માટે જઈ શકતા ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

વધુમાં ઉમેર્યું છે કે, સ્વિમિંગ પૂલ બંધ હોવાથી સભ્યોએ કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે જવું પડે છે, જે તેમના ઘરથી ઘણું દૂર હોવાથી રોજિંદી દિનચર્યા પર અસર થાય છે તેમજ સમય અને નાણાંનો વ્યય થાય છે. ચોમાસા દરમિયાન તાત્કાલિક વ્યવસ્થા રૂપે કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં જવાની સહમતી આપવામાં આવી હતી, પરંતુ ચોમાસું પુરુ થયાને ચાર મહિના વીતી જવા છતાં સ્વિમિંગ પૂલ હજુ સુધી શરૂ ન થતાં રોષ જોવા મળી રહ્યો છે.

મ્યુ. કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે, સ્વિમિંગ પૂલમાં જમીનમાંથી પાણી ફૂટી રહ્યું છે. જેથી સમારકામ ન થાય ત્યાં સુધી શરુ કરવું યોગ્ય જણાતું નથી. કારણ કે, ભવિષ્યમાં તેજગ્યાએ પોલાણ વધે તેવી શક્યતા છે. આ અંગે વોર્ડ કચેરીએ જાણ કરાઈ છે, સમારકામ ન થઈ શકે એવું હોયતો સ્વિમિંગ પૂલનું નવીનીકરણ હાથ ધરાશે.