Get The App

અમદાવાદ એરપોર્ટ પર કામગીરી રાબેતા મુજબ ચાલશે, સુરક્ષાના હેતુથી પ્રતિક્ષા સમય વધી શકે છે, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ એરપોર્ટ પર કામગીરી રાબેતા મુજબ ચાલશે, સુરક્ષાના હેતુથી પ્રતિક્ષા સમય વધી શકે છે, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર 1 - image


Ahmedabad Airport Advisory : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે 8 મે, 2025ની મોડી રાત્રે પાકિસ્તાને જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે કરાયેલા હુમલાને ભારે નીષ્ફળ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ પર આગામી સૂચના સુધી NOTAM એટલે કે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ જાહેર કર્યું હતું. આજે શુક્રવારે (9 મે, 2025)  સુરક્ષાને પગલે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી બહાર પાડી છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરીમાં મુજબ, ઘણા બધા લોકો રજાઓ માણવા માટે મુસાફરી કરી છે, ત્યારે એરપોર્ટ પર કામગીરી રાબેતા મુજબ ચાલશે. જ્યારે સુરક્ષા પ્રોટોકોલના કારણે મુસાફરોને એરપોર્ટ પર પ્રતિક્ષા સમય વધી શકે છે. 

આ પણ વાંચો: પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ

આ એરપોર્ટ બંધ કરાયા 

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુજરાતના મુન્દ્રા, જામનગર, હિરાસર (રાજકોટ), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ સહિત ચંડીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંટેર, કિશનગઢ, પટિયાલા, શિમલા, કાંગરા-ગગ્ગલ, ભટીંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે. 

Tags :