Get The App

સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ શરુ

સરદાર વલ્લભભાઈએ કરેલા કાર્યોનુ ડીજિટલ નિર્દેશન કરતુ મ્યુઝિયમ ઉપરાંત ઈન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામા આવશે

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપાલિટીના પ્રથમ  પ્રમુખ બન્યા હતા , અમદાવાદ મ્યુનિ.ના હેરિટેજ બિલ્ડિંગનું દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ શરુ 1 - image


અમદાવાદ,સોમવાર,4 ઓગસ્ટ,2025

દેશ સ્વતંત્ર થયો એ અગાઉ ૧૯૨૦થી ૧૯૩૦ના અરસામા બનાવાયેલા હાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં આવેલા હેરિટેજ બિલ્ડિંગનું રુપિયા દસ કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામ શરુ કરવામાં આવ્યુ છે.આ એ બિલ્ડિંગ છે કે જયાં સરદાર વલ્લભભાઈ પટેલ દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા.મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોનુ ડિજિટલ નિર્દેશન કરાવતા મ્યુઝિયમ ઉપરાંત ઈન્ટર પ્રિટેશન સેન્ટર પણ તૈયાર કરાશે.

હાલનુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સમયે અમદાવાદ મ્યુનિસિપલ બરો તરીકે ઓળખાતુ હતુ એ સમયે ૧૯૨૦થી ૧૯૩૦ના અરસામાં કોર્પોરેશનના પ્રાંગણમાં આવેલુ હેરિટેજ બિલ્ડિંગ બનાવાયુ હોવાનો  જાણકારોનો મત છે. હેરિટેજ બિલ્ડિંગ તરીકે ઓળખાતા આ બિલ્ડિંગના આર્કિટેક તરીકે આત્મારામ ગજજરે કામ કર્યુ હોવાનુ જાણવા મળે છે.જે સમયે આ બિલ્ડિંગ બનાવાયુ હતુ એ સમયે  ઈંટ,ચૂના ઉપરાંત લોખંડ અને લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામા આવ્યો હતો.આ તમામ  પૈકી કોઈ વસ્તુ બદલવામાં આવશે નહીં.માત્ર મજબૂતી અપાશે.હેરિટેજ બિલ્ડિંગના  પહેલા માળ ઉપર મ્યુઝિયમ એરીયા તૈયાર કરવામા આવશે.જેમા સરદાર વલ્લભભાઈના જીવનને લગતી તમામ બાબત આવરી લેવામાં આવશે.આ ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાનની જીવંત ઝાંખી ડિજિટલ મોડ ઉપર પણ મુલાકાતીઓ નિહાળી શકશે. હાલના હેરિટેજ બિલ્ડિંગમાં ગાંધી હોલ આવેલો છે. આ હોલને પણ અદ્યતન સ્વરૃપ આપવામાં આવશે.મુલાકાતીઓ સરદાર વલ્લભાઈ અને શહેરના અન્ય હેરિટેજની તમામ વિગત એક સ્થળે મેળવી શકે એ પ્રકારેની વ્યવસ્થા કરાશે.

સરદાર વલ્લભભાઈ મેયરની ખુરશી ઉપર બેઠા હોય તેવુ નિર્દેશન કરાશે.

હાલના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધી હોલમાં  જે ખુરશી ઉપર બેસતા હતા તે ખુરશી સચવાયેલી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ ખુરશી ઉપર સરદાર વલ્લભભાઈ મેયરની ખુરશી ઉપર બેઠા હોય તેવુ હોલોગ્રાફીની મદદથી જીવંત દ્રશ્ય મુલાકાતીઓ સમક્ષ દર્શાવાશે.

શું-શું નવુ કરવામાં આવશે?

-નીચેના ફલોર ઉપર ઈન્ટરપ્રિટેશન સેન્ટર બનાવાશે.

-મુલાકાતીઓને પ્રેઝન્ટેશન બતાવાશે.

-શહેરના ઈઈતિહાસથી લઈ વિકાસ દર્શાવાશે.

-શહેરના નગર શ્રેષ્ઠીઓના વિગત સાથેના ફોટા મુકાશે.

-તમામ માહીતી ઓડીયો-વિઝયુઅલ મુકાશે

Tags :