સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં, સપાટી 135.65 મીટરે પહોંચી, જળસંકટનું વિઘ્ન દૂર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sardar Sarovar Dam Water Level: હાલ વિધ્નહર્તનો તહેવાર ઉજવાઇ રહ્યો છે ત્યારે જ ગુજરાત પરથી જળસંકટનું વિધ્ન દૂર થઇ શકે છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર છલકાવવાને આરે છે. નર્મદા ડેમમાં હાલની પાણીની સપાટી 135.65 મીટર છે, જ્યારે ડેમનું મહામ લેવલ 138.68 મીટર છે. હાલ ઉપરવાસમાં વરસાદના પગલે આવક 1.72 લાખ ક્યુસેક થઈ રહી છે.
સરદાર સરોવર છલકાતાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થવાનું ચાલુ જ છે. પાણીની આવકને ઘ્યાનમાં રાખીને 28 ઓગસ્ટની સવારે 8 વાગ્યાથી ડેમના કેટલાક દરવાજા ફરી ખોલવામાં આવશે, તેમ જાણવા મળ્યું છે. ડેમના દરવાજા ખોલતા મહામ 50 હજાર ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસ દ્વારા 45 હજાર ક્યુસેક મળી કુલ 95 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય તેવી શક્યતા છે.
જેના પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોના લોકોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. નર્મદા નિગમના ચીફ ઈજનેરે આ સંદર્ભે ત્રણેય જિલ્લા કલેક્ટરોને પત્ર લખ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 100સે.મી.નો વધારો થયો છે. હાલ નદીમાં પાણીની જાવક 44024 ક્યુસેક અને કેનાલમાં 5242 ક્યુસેક છે. અત્યારથી સ્થિતિએ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ 8512 એમસીએમ થયો છે. ડેમ 90 ટકા ભરાઈ ગયો છે.
ગુજરાતમાં હાલ 70 જળાશયો 100 ટકા ભરાઇ ચૂક્યા છે જ્યારે 65 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી 100 ટકા વચ્ચે ભરાયા છે. 25 જળાશયો એવા છે જેનું જળસ્તર 50 ટકાથી 70 ટકા વચ્ચે છે. હાલ ગુજરાતના 95 જળાશયો હાઇએલર્ટ હેઠળ છે અને 23 એલર્ટમાં મૂકવામાં આવ્યા છે.










