Get The App

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી, ડેમ 91 ટકા ભરાયો, નદી કાંઠાના ગામોને રાહત 1 - image

Sardar Sarovar Dam: મધ્ય પ્રદેશના ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું હતું. જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. શુક્રવાર (પાંચમી સપ્ટેમ્બર) રાતે 9 વાગ્યે ડેમના 23માંથી 8 દરવાજા બંધ કરાયા હતા. જેથી નર્મદા નદી કાંઠાના ગામોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ ડેમના 15 દરવાજા 3.10 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમ 91.59 ટકા ભરાયો 

મળતી માહિતી અનુસાર, નર્મદા નદીમાંથી પાણીની જાવક ઘટાડવામાં આવી છે અને ડેમ 91.59 ટકા ભરાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.32 મીટર છે, જે ઓવરફ્લો થવાથી માત્ર 2.54  મીટર દૂર છે. નોંધનીય છે કે, આ વર્ષે નર્મદા ડેમ 100 ટકા ભરવાની શક્યતા છે.

આ પણ વાંચો: રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ દીવ જતા ત્રણ વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત


છઠ્ઠી વાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, નવમી ઑગસ્ટ 2019માં મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં જળપ્રવાહ વધતાં 26 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અગાઉ જુલાઈ 2019માં 22 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પહેલી વાર વર્ષ 2019, 2020, 2022, 2023,2024 અને 2025માં છઠ્ઠી વાર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જોકે, વર્ષ 2023માં 23 દરવાજા ખોલતાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વર્ષ 2024માં નર્મદા કન્ટ્રોલ ઑથોરીટી દ્વારા તબક્કાવાર પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતાં નદી કાંઠાના ગામોને રાહત મળી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ 31મી જુલાઈના રોજ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારથી દરવાજા ખોલવાની સંખ્યામાં વધારો થયો હતો.

Tags :