Get The App

તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત

કોંગ્રેસે પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ અપી, પ્રતિમાની જાળવણીની માગ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત 1 - image

હરણી ગામ ખાતે આવેલી તલાટીની ઓફિસનાપટાંગણમાં સરદાર પટેલની પ્રતિમા બિસ્માર, જર્જરિત હાલતમાં નજરે પડતાં કોંગ્રેસે પ્રતિમાની સાફ સફાઈ કરી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે હરણી તળાવ પાસેઆવેલી તલાટી ઓફિસના પ્રાંગણમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અંગે શાસક પક્ષ સામે પ્રશ્નો ઉઠાવી પ્રતિમાની યોગ્ય જાળવણીની માગ કરી હતી. પ્રમુખે જણાવ્યું હતું કે, દેશને અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહર આપનાર સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી વર્ષ દરમિયાન તેમની પ્રતિમાની યોગ્ય જાળવણી ન કરવી એ સરકારની નિષ્ફળતા દર્શાવે છે. ભાજપ સરદાર પટેલના નામે મોટા કાર્યક્રમો કરે છે, પરંતુ શહેરમાં આવેલી તેમની આ પ્રતિમા બિસ્માર હાલતમાં છે. વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના ભાષણ દરમિયાન એક સુરક્ષાકર્મીબેભાન થવા છતાં પણ મંચ પરના કોઈ નેતાએ સંવેદના દર્શાવી નથી. આ ઉપરાંત ભાજપના કાર્યક્રમ દરમિયાન કેટલાક સ્થળોએ લાગેલા રાષ્ટ્રધ્વજની અવ્યવસ્થિત સ્થિતિનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.