Get The App

ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ

Updated: Mar 9th, 2026

GS TEAM

Google News
Google News
ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ 1 - image

- ભારતભરમાં 5000 જેટલી પ્રતિમાના અનાવરણનો સંકલ્પ

- 3 વર્ષ પહેલા ફ્લાય ઓવર બનાવવા માટે સરદાર સાહેબની પ્રતિમા હટાવાઈ હતી

ડારોર : ડાકોરના ફ્લાય ઓવર નીચે ત્રણ વર્ષ પહેલા સરદાર સાહેબની પ્રતિમા સ્થાપિત હતી, પરતું ફ્લાય ઓવર બનાવવાની કામગીરી હાથ ધરાતા ત્રણ વર્ષ પહેલા આ પ્રતિમાને ત્યાંથી હટાવવામાં આવી હતી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ફ્લાય ઓવર નીચે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વર્ષો પહેલા મૂકવામાં આવી હતી. ત્યારે ડાકોરની ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી સરકાર દ્વારા ૭૦ કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનાવવામાં આવતા પ્રતિમાને હટાવવામાં આવી હતી. ફ્લાય ઓવર ઘણા સમયથી બની ગયો હતો પણ સરદાર સાહેબ ભુલાઈ ગયા હતા. આ પ્રસંગે સુરતના ગોપાલભાઈ ચમાડીના પ્રેરણા સ્ત્રોેત અને તેમના સંકલ્પની પણ સરાહના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારતમાં ૫૦૦૦ જેટલી સરદાર પટેલની પ્રતિમાઓનું અનાવરણ કરી રાષ્ટ્રમાં દેશભક્તિ જગાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અંતર્ગત ડાકોર ખાતે આ ૨૬૦૦મી ૮ ફૂટની પ્રતિમાનું અનાવરણ થયું છે. આ પ્રસંગે 'સરદારના સંભારણા' પુસ્તકની પણ લોકોમાં વહેંચણી કરવામાં આવી હતી.