ગુજરાતમાં 26 જુલાઈથી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ- 2025’ યોજાશે, 23 દિવસ અદ્ભુત કાર્યક્રમો-રમતોનું આયોજન
Saputara Monsoon Festival- 2025 : ગુજરાતના સાપુતારા હિલ સ્ટેશન ખાતે આગામી 26 જુલાઈથી 17 ઑગસ્ટ સુધી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’ યોજાશે. 23 દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ગુજરાત સહિત 13 રાજ્યોના 354 કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' યોજાશે. 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ -2025’નો શુભારંભ થશે. જેમાં વિવિધ સાપ્તાહિક કાર્યક્રમોમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ કેરળનું 'થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બેન્ડ' પ્રસ્તુતિ રજૂ કરાશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલની વિવિધ એક્ટિવિટી અને રજિસ્ટ્રેશન સહિતની માહિતી reg.orangerose.in પર આપવામાં આવી છે.
23 દિવસ દરમિયાન યોજાશે અદ્ભુત કાર્યક્રમો
ગુજરાતમાં ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2025’ યોજાવાનો છે, ત્યારે ફેસ્ટિવલના 23 દિવસ દરમિયાન દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં રંગારંગ ઉદ્ઘાટન-સ્ટેજ કાર્યક્રમમાં ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણિપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક, અને હરિયાણાના કુલ 87 કલાકારો દ્વારા ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા, ઘુમ્મર, છાઉ ડાન્સ, બિહુ અને કથક જેવા નૃત્યો પ્રસ્તુત કરાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ
વિવિધ પારંપરિક રમતોનું આયોજન
સમગ્ર ફેસ્ટિવલમાં પ્રથમ સપ્તાહને 'ટ્રાઇબલ હેરિટેજ' વીકનું ભવ્ય આયોજન કરાયું છે. જ્યારે અન્ય સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના ખ્યાતનામ કલાકારો સંગીતની મજા આપશે. આ ફેસ્ટિવલમાં 23 દિવસ દરમિયાન રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, અલગ અલગ સેલ્ફી ઝોન, થીમ પેવેલિયન ઇવેન્ટ સહિત વિવિધ પારંપરિક રમતોનું આયોજન કરવામાં આવશે.