Get The App

પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા સંજયસિંહ મહીડાને મંત્રીપદ 1 - image

- ખેડાના મહુધાના ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ

- ક્ષત્રિય સમાજને સ્થાન આપી ભાજપે પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણો સંતૂલિત કર્યા

નડિયાદ : ગુજરાત વિધાનસભામાં આજે નવા મંત્રીમંડળની શપથવિધિમાં ખેડા જિલ્લાની મહુધા બેઠકના ધારાસભ્ય સંજયસિંહ વિજયસિંહ મહીડાનું નામ સામેલ થતાં રાજકીય વર્તુળોમાં નિર્ણય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં પ્રથમવાર મહુધા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ૪૨ વર્ષની ઉંમરે ચૂંટણી લડતા સંજયસિંહ મહીડા વિજેતા થયા હતા. માત્ર એક જ ટર્મના ધારાસભ્ય તરીકેનો તેમનો અનુભવ હોવા છતાં નવા મંત્રીમંડળમાં મહુધાના ધારાસભ્યને સ્થાન અપાયું છે. રાજકીય વિશ્લેેષકોનું કહેવું છે કે, સંજયસિંહ મહીડાની ક્ષત્રિય સમાજમાં સક્રિયતા અને તમામ જ્ઞાાતિના લોકો વચ્ચે કાર્યક્ષમ નેતાની છબી તેમને મંત્રીપદ અપાવવામાં નિર્ણાયક સાબિત થઈ છે. ભાજપે યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા સાથે પ્રાદેશિક અને જ્ઞાાતિગત સમીકરણો સંતૂલિત કર્યા છે.