અમદાવાદ, તા. 28 મે 2020 ગુરૂવાર
અમદાવાદ શહેર વિરાટનગરના મહિલા ભાજપ કાઉન્સિલર મિનાબહેન પંચાલ દ્વારા તેમના વિસ્તારમાં સેનિટાઇઝરની કામગીરી કરી હતી. મિનાબહેન પંચાલ દ્વારા ભાજપના ઝંડાઓ સેનિટાઇઝર ગાડીમાં લગાવામા આવ્યા હતા.
સોશિયલ મિડીયામા વિવાદ ઉભો કર્યો છે. કોંગ્રેસ પક્ષના વિરાટનગરના કાઉન્સિલર રણજીત બારડે ગંભીર આરોપ મુક્તા કહ્યું હતુ કે એક તરફ પોલીસ કોંગ્રેસના વાહનો સેવાકરવા જાય છે ત્યારે ડિટેન કરે છે પરંતુ ભાજપના ઝંડા વાળા વાહનો ખુલ્લે આમ ફરવા દે છે.
ભાજપનો આ સાચો ચહેરો છે કારણ કે જે સેનિટાઇઝ તેઓ કરી રહ્યા છે. તે પ્રજાના ટેક્સમાથી ખરીદાયેલ એએમસીનું છે. એએમસી દ્વારા વિધાનસભા સેનિટાઇઝ છાંટવા માટે અપાયું હતુ. જે ભાજપના નેતાઓ દુરઉપયોગ કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે હજુ પ્રદેશ ભાજપના નેતાઓની સોશિયલ મિડીયામા કરેલી ટિપ્પણના શાહિ સુકાઇ નથી તેવામાં ફરી એકવાર ભાજપ કાઉન્સિલરનો વિવાદીત વીડિયો વાયરલ થતા રાજનિતી ગરમાઇ છે.


