ત્રણ કારમાં આવેલા શખ્સો દ્વારા રેતીના વેપારી પર ફિલ્મી ઢબે હુમલો
ગાંધીનગરના સરગાસણમાં શ્રીજી કોમ્પ્લેક્સ પાસે
તું તકરારમાં સમાધાનમાં કેમ આવ્યો હતો કઈ લોખંડની પાઈપો વડે માર માર્યો : ઘટના સીસીટીવીમાં કેદ થઇ
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના રાણીપ ખાતે ચંદ્રલોક સોસાયટીમાં રહેતા અને રેતીનો વેપાર કરતા ચેતનસિંહ
દિપસિંહ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગત ૧૨ મેના રોજ
તેના મિત્ર કુડાસણ ખાતે રહેતા કાતક ગણેશભાઈ ભરવાડ સાથે તકરાર થઈ હતી અને તે સમયે
તે ત્યાં પહોંચ્યો હતો અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જોકે ત્યારબાદ
ગઈકાલે રાત્રિના સમયે ચેતનસિંહ સરગાસણમાં શ્રીજી કોમ્પલેક્ષ પાસે તેના મિત્ર સાથે
ઉભો હતો તે સમયે આ કાતક ભરવાડ કાર લઈને આવ્યો હતો અને ત્યારબાદ અન્ય બે કાર પણ આવી
હતી.
જેમાં સાત જેટલા શખ્સો કારમાંથી ઉતર્યા હતા ત્યારબાદ કાતકે
કહ્યું હતું કે તે દિવસે તે મારા અને ભાવેશ વચ્ચે સમાધાન કેમ કરાવ્યું અને તું
મારા હાથ પગ ભાગી નાખવાનું કેમ કહે છે તેમ કહીને ગાળા ગાળી કરીને લોખંડની પાઇપ વડે
હુમલો કરી દીધો હતો. જે મારામારીની ઘટનાને પગલે તેનો મિત્ર અને નજીકમાં પાન પાર્લર
ચલાવતો વ્યક્તિ વચ્ચે પડયો હતો અને ચેતનને વધુ મારમાંથી બચાવ્યો હતો ત્યારબાદ તેને
સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ
કેદ થઈ હતી ત્યારે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરીને આરોપીઓને
પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.