સાવલી તાલુકામાં મહિ નદીમાં રેતીખનન ઃ ત્રણ ડમ્પરો કબજે
વડોદરા, તા.16 વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં મહિ નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનન પર ખાણ ખનિજ વિભાગે ત્રાટકી માત્ર ત્રણ ઓવરલોડ ડમ્પરો કબજે કર્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે મહિસાગર નદીમાં હાલમાં વરસાદની ઋતુ ચાલુ હોવા છતાં પણ નદીમાં ગેરકાયદે રેતીખનન ચાલી રહ્યું છે તેવી માહિતીના આધારે ખાણખનિજ વિભાગની ટીમે આજે દરોડો પાડયો હતો. તાલુકાના ખાંડી પોઇચા ગામ પાસેની મહી નદીમાંથી ખાણખનિજ વિભાગે ત્રણ ડમ્પરો કબજે કરીને ભાદરવા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવાયા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડમ્પરો ઓવરલોડ રેતી ભરેલા હતાં અને તેઓની સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.