Gujarat

સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ

By GS TEAM
11 Nov 20251 min read
સાણંદ પોલીસે રૂ. 3.28 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો, 4 વોન્ટેડ

- મોટી દેવતીમાં જુગારધામ પર દરોડો, 6 ઝડપ્યા

સાણંદ : સાણંદ પોલીસે મોટી દેવતી ગામમાં જુગારધામ પર દરોડો પાડી છ જુગારીઓને ઝડપી પાડયા છે. પોલીસે સ્થળ પરથી રૂ.૩.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોે છે. દરોડા દરમિયાન ચાર અન્ય જુગારીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરી દસ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મોટી દેવતી ગામમાં બહાદુરભાઈ ખોડાભાઈ ઠાકોરના ફાર્મની પાછળ ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન (૧) અજયભાઇ બહાદુરભાઇ ઠાકોર (રહે.મોટીદેવતી તા.સાણંદ), (૨) વિષ્ણુભાઇ દેસળાભાઇ ઠાકોર (રહે.સરખેજ, અમદાવાદ શહેર), (૩) ભરતભાઇ ખોડાભાઇ કો.પટેલ (રહે. પરવાળા, તા.સાણંદ), (૪) કરશનભાઇ પુનમભાઇ રાઠોડ (રહે. સોયલા ગામ, તા.સાણંદ)

(૫) દિવ્યાંગ રમેશભાઇ જાડેજા (રહે.સરખેજ, અમદાવાદ શહેર), (૬) નયનકુમાર છોટાભાઇ કો.પટેલ (રહે.પરવાળા ગામ તા.સાણંદ) ઝડપાઇ ગયા હતા. જ્યારે (૧) યોગેશ ભરતભાઇ ઠાકોર (રહે. મોટી દેવતી, તા.સાણંદ) (૨) જીતુભાઇ ઠાકોર (રહે.સરખેજ, અમદાવાદ શહેર) (૩) ખોડાભાઈ કો.પટેલ (રહે.ગોરજ ગામ, તા.સાણંદ) (૪) કિરણભાઇ કો.પટેલ (રહે.ગોરજ ગામ, તા.સાણંદ) નાસી છુટવામાં સફળ રહ્યાં હતા.

પોલીસે સ્થળ પરથી કુલ રોકડ (રૂ.૫૩,૭૦૦), ૫-મોબાઇલ (કિ.રૂ.૫૫,૦૦૦) , ૫-બાઇક (કિં.રૂ.૧,૬૦,૦૦૦) એક-એક્ટીવા (કિં.રૂ.૬૦,૦૦૦) મળી કિં.રૂ.૩,૨૮,૭૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.