Gujarat

વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું

By GS TEAM
5 Dec 20252 mins read
TukuTouch Logo
રૂપિયાની ઉઘરાણી કરી કારીગરના ઘરે જઈ માર મારવાની ધમકી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સલૂન શોપના માલિકે કારીગરને રૂપિયા ઉછીના આપી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું

Vadodara Vyajkhor : વડોદરાના આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશિપમાં રહેતા અને સલૂનમાં કારીગર તરીકે નોકરી કરતા દિપક શિવાજીરાવ વાધે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ હું દંતેશ્વર બંસલ મોલની સામે આવેલ પરફેક્ટ કટ સલૂનમાં નોકરી કરતો હતો. વર્ષ 2019 માં મારા પુત્રને ટાઈફોડની બિમારીમાં સારવાર માટે રૂપિયાની જરૂર પડતા મારી શોપના માલિક પ્રફુલ સંભાજી પાટીલ તથા તેઓની માતા વિજયયાબેન સમભાજી પાટીલ બંને રહે દર્શનમ એન્ટીકા દંતેશ્વર સાથે વાત કરતા તેઓએ મને 50,000 રૂપિયા આપ્યા હતા. 15 દિવસ પછી મારા મેડિક્લેમના રૂપિયા મંજૂર થતા મેં 50000 રૂપિયા રોકડા પ્રફુલ પાટીલના માતાજીને પરત આપી દીધા હતા.

થોડા દિવસ પછી મને કમળો થતાં મારે રૂપિયાની જરૂર હોય વિજયાબેનએ 30 હજાર રૂપિયા આપી દર મહિને પગારમાંથી 4000 કાપીશું તેવું કહ્યું હતું. મારા પગારમાંથી 4000 રૂપિયા કાપતા હતા એક વર્ષ સુધી 48 હજાર રૂપિયા કપાત કરાવ્યા હતા. ત્યારબાદ તેઓએ મને સવા ત્રણ વર્ષ સુધી ઉપાડ તરીકે દર મહિને રૂ.3,000 હજાર રૂપિયા પણ આપ્યો હતો. પરંતુ ઓછા પગારના કારણે નોકરી છોડવાની વાત કરતા પ્રફુલે મને કહ્યું હતું કે તમારા ઉપાડના હજી ત્રણ લાખ આપવાના બાકી છે તમે નોકરી છોડી શકો નહીં. જેથી મેં મારા પત્નીના દાગીના હિસાબે કરવા માટે આપ્યા હતા. ત્યારબાદ પણ પ્રફુલ પાટીલે મને કહ્યું હતું કે તમારે વ્યાજના અને બાકીના રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારબાદ મેં અન્ય જગ્યાએ નોકરી કરતા તેઓને 43,240 રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં પ્રફુલ મારા ઘરે તથા કામ પર અવારનવાર આવી ઉઘરાણી કરતો હતો. તેથી હું કંટાળી ગયો હતો અને મારી આર્થિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી બળજબરીપૂર્વક ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કર્યું હતું અને મને માર મારવાની ધમકી આપી હતી.