Get The App

વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
વડતાલમાં રહેતા સેલ્સમેનનો મોબાઈલ અપડેટ કરી રૂપિયા 98 હજારની ઠગાઈ 1 - image

- મોબાઈલમાંથી બેટરી કાઢી લીધી હોવા છતાં 

- બીજા દિવસે મોબાઈલમાં નાણાં ટ્રાન્સફર થયાનો મેસેજ આવ્યો : વડતાલ પોલીસે તપાસ હાથ ધરી

નડિયાદ : વડતાલના સેલ્સમેનની નોકરી કરતા વ્યક્તિનો મોબાઈલ અપડેટ કરી કોઈ ગઠિયાએ રૂ.૯૮,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના વડતાલમાં હરેકૃષ્ણ નીલકંઠ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રમેશભાઈ રાવળ સેલ્સમેનની નોકરી કરે છે. તેઓ તા.૨૧-૧-૨૦૨૫ના રોજ સેલ્સમેનની નોકરી પર હતા. ત્યારે તેઓ મોબાઇલ ફોનમાં બેટરી ચેક કરતા મોબાઈલ અપડેટ બતાવતો હતો. જેથી કંઈક અજુગતું થતું હોવાની શંકા જતા મોબાઈલમાંથી બેટરી કાઢી લીધી હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે મોબાઈલમાં મેસેજ જોતા તેમના બેંક બરોડાના ખાતામાંથી રૂ.૯૮,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હતા. આમ કોઈ ગઠિયાએ મોબાઇલ અપડેટ કરી રૂ.૯૮,૦૦૦ની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે મુકેશભાઈ રમેશભાઈ રાવળની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.