- માલની કિંમત ઓછી દર્શાવી ખરીદ-વેચાણ કરી
- શિપબ્રેકરે ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા અલંગ પોલીસે તપાસ હાથ ધરી
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના સરદારનગર રોડ, આશીર્વાદ બેંગલોઝ ખાતે રહેતા અને શિપ બ્રેકિંગનો વ્યવસાય કરતા સંજયભાઈ પ્રતાપભાઈ મહેતાની કંપનીમાં ફરજ બજાવતા સેલ્સ મેનેજર હકા વાજાએ રૂવાબઅલી સુવાલે શેખ સાથે મેળાપીપણું કરી કંપનીમાં રહેલ ફ્રેઇન વજન-૧૨.૭૫૬ ટન તથા ૯.૫૬ ટન રૂ.૧૧.૩૧,૨૯૬ માં મુન્ના ભગવાનભાઇ દિહોરા (રહે.ત્રાપજ તા.તળાજા ) ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્ના દિહોરાએ તેની અલંગ આયર્ન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂ.૧૦,૫૧૦૫માં ખરીદી રાકેશ રાજીવ રંજન (રહે. મુંબઈ ) વાળા હસ્તક રૂ.૧,૬૫,૧૬૫ના ભાવથી મુંબઈ ખાતેની કંપનીને વેચાણ કર્યું હતું.તેમજ સેલ્સ મેનેજર હકા વાજા તથા રૂવાબએલી શેખએ કંપનીમાં રહેલ કેબલમાં ખરેખર વજન-૦૫ કિલોએ એક કિલો કોપર નીકળે તેના બદલે ૮ કિલો કેબલમાં ૧ કિલો કોપર દર્શાવી હકા વાજાએ માલ ઓછી ગુણવત્તાવાળો દર્શાવી કેબલ વજન-૧૮ ટન કિ.રૂ .૮૦૮૦ના ભાવથી રૂવાબઅલી શેખ પાસે ખરીદ કરાવી બંનેએ આથક લાભ મેળવી કંપની સાથે પુર્વઆયોજીત ગુન્હાહિત કાવતરૂ રચી,ખરેખર માલની કિંમત કરતાં ઓછી કિંમતે માલ ખરીદ-વેચાણ કરી,કરાવી છેતરપીંડી તથા વિશ્વાસઘાત કર્યો હતો.આ બનાવ સંદર્ભે સંજયભાઈએ ચાર શખ્સ વિરૂધ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સેલ્સ મેનેજર સ્ક્રેપના માલમાં હેરાફેરી કરી રૂપિયા ગજવામા નાખતો હતો
સેલ્સ મેનેજર હકા વાજા કંપનીમાં રહેલ માલનું વજન આછું દર્શાવતો હતો અને કેબલ વાયરની ઓછી ગુણવત્તા દર્શાવી અન્ય સાગરીતો સાથે મેણાપણું કરી આથક લાભ મેળવી રૂપિયા ગજવામાં નાખી છેતરપિંડી આચરતો હતો


