આનંદો! આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં કરાયો વધારો
ગાંધીનગર, 6 માર્ચ 2020 શુક્રવાત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) આજે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરાયો છે.
]આંગણવાડી કાર્યકર બહેનોના વેતનમાં રૂ.૬૦૦, તેડાગર બહેનોના વેતનમાં રૂ.૩૦૦ અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં પણ રૂ.૩૦૦નો વધારો કરાયો છે.
નીતિન પટેલે કહ્યું કે વધારો માર્ચ મહિનાથી ચૂકવાશે
રાજ્યની ૫૩,૦૨૯ બહેનોને લાભ મળશે તેમ નીતિન પટેલ જણાવી રહ્યાં છે.. આ વધારો માર્ચ ૨૦૨૦થી ચુકવાશે અને વર્ષ ૨૦૧૯-૨૦ સુધીનું એક વર્ષનું એરિયર્સ ત્રણ હપ્તામાં ચુકવાશે.
આ માટે રાજ્ય સરકારને રૂ.૧૧૨ કરોડનું વધારાનું ભારણ થશે. હાલમાં રાજ્યની ૫૧,૨૨૯ જેટલી આંગણવાડીઓની કાર્યકર બહેનોને માનદવેતન તરીકે માસિક રૂ.૭૨૦૦ મળે છે. તેમાં હવે માસિક રૂ. ૬૦૦ નો વધારો કરી તેઓને રૂ.૭૮૦૦ માનદ વેતન આપવામાં આવશે.
કોના પગારમાં કેટલો વધારો ?
તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોને હાલ માનદ વેતન તરીકે રૂ.૩૬૫૦ આપવામાં આવે છે તેમાં દર મહિને રૂ.૩૦૦ નો વધારો કરી માનદ વેતન રૂ.૩૯૫૦ આપવામાં આવશે.
રાજ્યની ૧૮૦૦ જેટલી મીની આંગણવાડીની કાર્યકર બહેનોને માનદ વેતન રૂ . ૪૧૦૦ ચુકવવામાં આવે છે તેમાં દર મહિને રૂ . ૩૦૦ નો વધારો કરી માનદ વેતન રૂ . ૪૪૦૦ આપવામાં આવશે . આ વધારો તા.૦૧ લી માર્ચ,૨૦૧૯ થી અમલમાં આવે તે રીતે આપવામાં આવશે.