વિરપુરમાં આતંકી હુમલાના વિરુદ્ધમાં સજજડ બંધ પાળ્યો
- આંતકવાદના પુતળાનું દહન કરીને
- મૌન રેલીમાં વેપારીઓ, હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાગ લીધો
વિરપુર : જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકીઓ દ્વારા ૨૭ નિર્દોષ નાગરિકોની હત્યા બાદ સમગ્ર દેશમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ નરસંહારના વિરોધમાં વિરપુર તાલુકાના વેપારીઓ, હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનોની આગેવાની હેઠળ સજજડ બંધ પાળવામાં આવ્યો હતો.
બંધના ભાગરુપે જ આતંકવાદના વિરોધ માટે મુકેશ્વર ચોકડીથી એક મૌન રેલી યોજાઈ હતી જેમાંં વિશાળ માનવ મહેરામણ ઉમટી પડયું હતું. નગરના વિવિધ વિસ્તારોમાં બેનરો અને પ્લેકાર્ડ સાથેની રેલીએ સૌનું ધ્યાન ખેંચ્યુંં હતું. રેલીના અંતે બે મિનિટ માટે મૌન પાળીને પેહલગામ મૃત્યુ પામેલાઓને આત્માને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વીરપુર વાસીઓએ આંતકવાદ વિરોધમાં જાગેલી જનશકિતનો પરિચચ આપ્યો હતો.
રેલી વિખેરાઇ ત્યારે યુવાઓએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.