Get The App

આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
આણંદ શહેરમાં અમૂલ રોડ પર આવેલી સહયોગ હોટેલ સીલ 1 - image


- હોટેલમાં ગંભીર ક્ષતિઓ અને સ્વચ્છતા નહીં રાખતા કાર્યવાહી 

- ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં આવેલી 7 હોટેલને સ્વચ્છતાના અભાવે રૂપિયા 51 હજારનો દંડ 

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી વિસ્તારોની હોટેલો અને ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતા બાબતે ચકાસણી હાથ ધરી હતી. જેમાં આણંદના અમુલ રોડ પર આવેલી સહયોગ હોટેલને સીલ કરવામાં આવી છે. ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં આવેલી સાત હોટેલને સ્વચ્છતાના અભાવે રૂ. ૫૧ હજારનો દંડ કરાયો છે. 

કરમસદ - આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે આજે અમૂલ ડેરી રોડ પર આવેલી સહયોગ હોટલમાં ચકાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં સ્વાચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. ખાવાની વસ્તુઓ તૈયાર કરીને પ્લાસ્ટિકની ડોલમાં મૂકેલી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થ ફ્રીઝમાં ખુલ્લો જોવા મળ્યો હતો અને ગંદકી હતી. આ હોટેલમાં હાઇજીન અને સ્વચ્છતા બાબતે લોકોનું આરોગ્યને જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી હોટલ કાયદાની જોગવાઇને આધીન જીપીએમસીની કલમ ૩૭૬ એ અંતર્ગત હોટલને સીલ કરવામાં આવી હતી.

ચિખોદરા ચોકડી પાસે આવેલા ગેલોપ્સ ફૂડ પ્લાઝામાં મનપાની ટીમે આકસ્મિક તપાસ કરી હતી. જેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.જેમાં વેલકમ હોટેલને રૂ. ૧૨૦૦૦, હોકોને ૩૦૦૦, પોપટોશને રૂ. ૧૦૦૦, ખીચડીને રૂ. ૧૫૦૦૦, પરાઠાને રૂ. ૫૦૦૦, ગેલોપ્સ રેસ્ટોરન્ટને રૂ. ૨૦૦૦ અને જગદીશ ફરસાણને ત્યાંથી એકસપાયર ડેટનું ખાધ પદાર્થનું પેકેટ મળતા ૧૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ૧૬,૦૦૦, આરોગ્ય વિભાગ દ્વારા ૩૦,૦૦૦ અને મેલેરિયા વિભાગ દ્વારા કુલ રૂ. ૫.૦૦૦નો દંડ સ્થળ પર વસૂલ કરવામાં આવ્યો છે. 

તેમજ દિવાળીના તહેવારો દરમિયાન મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીનેના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે. 

Tags :