કોરોના કાળથી નજરઅંદાજ કરાતા
સહયોગ હોલમાં એક સમયે શિક્ષકોની તાલીમ, બદલીના કેમ્પો યોજવામાં આવતા હતા
કોરોના કાળ પહેલા પ્રાથમિક શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત વિભાગ દ્રારા સહયોગ હોલનો શિક્ષકોના બદલી કેમ્પો, તાલીમો તેમજ અન્ય કાર્યક્રમો માટે ઉપયોગ કરવામાં આવતો હતો પણ ૨૦૨૦માં કોરોના કાળ બાદ સહયોગ હોલ એક વર્ષથી પણ લાંબા સમય માટે બંધ રહ્યું. જેના કારણે આસપાસના નાસ્તાના ધંધાર્થીઓએ સહયોગ હોલ પાસે જ કચરો નાખવાનું શરૂ કરી દીધું. જે આજે પણ યથાવત છે. આજે સહયોગ હોલની ઓળખ ગંદકીના ગંજ તરીકે થાય છે.
દિવસ આખો આગળના ભાગે વાહનો પાર્કિંગ કરવામાં આવે છે તેમજ કચરો નાખવામાં આવે છે. વળી, શિક્ષણ સહિતના સંબંધિત વિભાગો દ્વારા સહયોગ હોલની દરકાર ન લેવામાં આવતા સહયોગ હોલની અંદરની હાલત પણ બગડી ગઈ છે ત્યારે, હજુ પણ આગળના ભાગે સફાઈ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તે દિશામાં કામગીરી કરવાની જરૂર છે.


