Gujarat

નર્મદામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, સાગબારામાં 6 ઈંચ જેટલો વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર

By GS TEAM
26 Jun 20251 min read
TukuTouch Logo
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગ અનુસાર, બુધવારે (25મી જૂન) સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના આંકડા અનુસાર, નર્મદાના સાગબારામાં 5.87 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.83 ઈંચ, તાપીના કુકરમુંડામાં 4.37 ઈંચ, નર્મદાના દેડિયાપાડામાં 4.29 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 3.82 ઈંચ અને તાપીના વ્યારામાં 3.58 ઈંચ વરસાદ નોંધાયો છે. લગભગ 124 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, સાગબારામાં 6 ઈંચ જેટલો વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર

Rain In Gujarat: ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગ અનુસાર, બુધવારે (25મી જૂન) સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીના આંકડા અનુસાર, નર્મદાના સાગબારામાં 5.87 ઈંચ, સુરતના ઉમરપાડામાં 5.83 ઈંચ, તાપીના કુકરમુંડામાં 4.37 ઈંચ, નર્મદાના દેડિયાપાડામાં 4.29 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 3.82 ઈંચ અને તાપીના વ્યારામાં 3.58 ઈંચ વરસાદ નોંધાયો છે. લગભગ 124 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. 






હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુરુવારે (26 જૂન) અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

27થી 29 જૂનની આગાહી

રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

30 જૂન અને 01 જુલાઈની આગાહી

30 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને 01 જુલાઈના રોજ નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.