Get The App

ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી

૨૦૩૦ની કોમન વેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે

જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક ન થતી હોવાથી પ્રતિભાશાળી ખેલાડીને ઓળખીને તૈયાર કરવાની કામગીરી થઈ શકે નહિ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

વિશ્વના અન્ય દેશોમાં રમતોત્સવ માટે દસને બાર વર્ષ પહેલાથી ખેલાડીઓને તૈયાર કરવામાં આવે છે ત્યારે ૨૦૩૦ની સાલની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનેલા ગુજરાતમાં નવી ટેલન્ટને શોધીને તેને તૈયાર કરવાની કામગીરી કરતાં ૪૧ જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક કરવામાં આવતી જ નથી. અત્યારે તમામ ૩૩ જિલ્લા અને આઠ મહાનગર પાલિકામાં જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ જ સોંપવામાં આવેલો છે. તેમાંય આઘાતજનક બાબત તો એ છે કે અમદાવાદમાં સમીરકુમાર પંચાલને તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સહીથી જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ રીતે ચાર્જ સોંપવાનો અધિકાર માત્ર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડિરક્ટર જનરલ-ડીજી પાસે જ છે. 

ટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી 2 - imageટેલેન્ટેડ ખેલાડી શોધી તૈયાર કરતા જિલ્લા રમત વિકાસ અધિકારીની કાયમી નિમણૂક થતી નથી 3 - imageબીજું જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાાર્જ આપવામાં રોસ્ટરના નિયમનું પણ પાલન કરવામાં આવતું નથી. અમદાવાદ જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે નિમણૂક પામેલા અનિરુદ્ધ દેસાઈ રોસ્ટરમાં અંદાાજે ૧૦૭માં ક્રમે હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમાંય ૧૬મી જૂન ૨૦૧૫થી ૪૧ જગ્યા પર કાયમી નિમણૂક કરવાનો ઓર્ડર નીકળી ગયો હોવા છતાંય આજ સુધી બઢતી સાથે ૪ ચીફ કોચ, બઢતી સાથે ૧ આસિસ્ટન્ટ ડિરેક્ટર, ૪૧ જિલ્લા રમત વિકાસ અધિકારીની તથા બીજી ૫૦ કોચની સીધી ભરતી કરવાનો ઓર્ડર નીકળી ચૂક્યો છે. તેમ જ ક્લાર્કની જગ્યા પર બે ભરતી કરવાની છે. આ ૪૧ જગ્યામાં ૩૩ જિલ્લા અના આઠ મહાનગર પાલિકાની જગ્યાઓનો સમાવેશ થાય છે. પરંતુ કાયમી નિમણૂક કરવાને બદલે આ તમામ હોદ્દાનો માત્ર ચાર્જ સોંપી દેવામાં આવેલો છે. 

હંગામી નિમણૂકવાળી ૪૧ જગ્યા પર ૫૦ ટકાને રોસ્ટરના નિયમને ચાતરી જઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જિલ્લા રમત વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળી રહેલા અધિકારીઓની નિમણૂક હંગામી ધોરણે કરવામં આવેલી હોવાથી તેમને ગમે ત્યાર તેમના હાથમાંથી ચાર્જ લઈ લેવાશે તેવી દહેશત હેઠળ જીવવું પડી રહ્યું છે. અમદાવાદમાં સમીર પંચાલને આ રીતે જ હોદ્દો આપવામાં આય્યો છે.  આ સ્થિતિમાં તેઓ પણ પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેમને એશિયન ગેમ્સ માટે તૈયાર કરવાની કામગીરી કરી શકતા નથી. 

બીજું, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં રમતગમતની ઝાઝી સમજણ ન ધરાવાત અને આસિસ્ટન્ટ ફાઈનાન્સ ડિરેક્ટરના હોદ્દા પર કામ કરતાં મિતેશ બારોટને માથે સ્કૂલના વિદ્યાર્થીને રમતગમતની તાલીમ આપવાનું, ડિસ્ટ્રીક્ટ લર્નિગ સ્પોર્ટ્સ સ્કૂલમાં જઈને પ્રતિભાશાળી ખેલાડીઓને પરખીનૈ ેતૈયાર કરવાની કામગીર સોંપવામાં આવી છે. ફાઈનાન્સના માણસને રમત ગમતની અને તેમાંય ખાસ કરીને તાલીમ આપવાની કોઠા સૂઝ ન હોય તેવી દલીલ સાથે તેમની નુમણૂક સામે વિરોધ ઊટયો છે.આસિસ્ટન્ટ ડિરેક્ટરના હોદ્દા પર નેશનલ લેવલેથી ઇન્ટરનેશનલ લેવલ સુધી ખેલાડીઓને તૈયાર કરીને લઈ જવા માટે પ્રોત્સાહન આપવાના કામની જવાબદારી અમિત ગામિતને સોંપવાના નિર્ણય સામે પણ ખાસ્સો આંતરિક વિરોધ જોા મળી રહ્યો છે