VIDEO: અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી, કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી
Ahmedabad News: અમદાવાદના શેલામાં મોટી દુર્ઘટના ટળી છે. શેલામાં ક્લબ ઓ'સેવન પાસે ખોદકામ વખતે 'કૃપાલ બચપન' બિલ્ડિંગની કમ્પાઉન્ડ વૉલ ધસી પડી હતી. નવી સાઈટના પાયાનું ખોદકામ કરતી વખતે કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી થઈ હતી. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં બિલ્ડિંગનું બેઝમેન્ટ ધસી પડવાની અને જાનહાનિ-જાનમાલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.