Gujarat

રાસ ગામના મહિલાનો મૃતદેહ પરિવારજનોને સોંપાતા ગમગીની

By GS TEAM
18 Jun 20251 min read
રાસ ગામના મહિલાનો મૃતદેહ પરિવારજનોને સોંપાતા ગમગીની

- મંજુલા બહેનના સોનાના દાગીના સ્વજનોને સોંપાયા 

- ગામમાં અંતિમ સંસ્કાર કરાતા શોકમય માહોલ છવાયો, મહિલા પુત્રને મળવા લંડન જતા હતા 

આણંદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા રાસ ગામના મંજુલાબહેન પટેલના પાર્થિવ દેહ ગામમાં લાવવામાં આવ્યો હતો. મંજુલાબહેનના અંતિમ સંસ્કાર કરાતા શોકમય માહોલ છવાયો હતો. મહિલાની સોનાથી મઢેલી સ્વામિનારાયણની કંઠી,બંગડીઓ અને સોનાની ચેન સ્વજનોને સોંપવામાં આવી હતી. 

બોરસદના કોહી ગામમાં રહેતા અને મૂળ રાસ ગામના મંજૂલાબહેન જગદીશભાઇ પટેલના યુકેના વિઝા કેટલીક વખત રિજેક્ટ થયા હતા. તેમનો પુત્ર યુકે કોન્સ્યુલેટને વિનંતીઓ કરતા મંજુલાબહેને વિઝા મળ્યા હતા. મંજુલા બહેન પુત્રને મળવા માટે તા. ૧૨મી જૂને અમદવાદથી લંડનની ફલાઇટમાં જવા રવાના થયા હતા. અમદાવાદથી પ્લેન નિકળતા ક્રેશ થયું હતું. આ ઘટનામાં મંજુલા બહેનનું મોત થયું હતું. મૃતકના પુત્ર નીકુલે અમદાવાદ સિવિલમાં ડીએનએ સેમ્પલ આપતા મેચ થયું હતું. મંજુલા બહેનનો પાર્થિક દેવને બોરસદ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. આજે સવારેના સાત વાગ્યા મંજૂલા બહેનના ઘરે લઇ જવાયો હતો. આ મૃતદેહ ઘરે લાવતા પરિવારજનોએ અને ગ્રામજનોએ રોક્કડ કરી હતી અને રાસ ગામમાં મંજુલા બહેનના અંતિમ સંસ્કાર કરાયા હતા.   

આ ઉપરાંત કોફિન ખોલવાની મનાઇ હોવાથી પરિવાર અંતિમ દર્શન કરી શક્યો ન હતો. નિમણુંક કરેલા અધિકારી સતત હાજર રહ્યા હતા.