Get The App

સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો 1 - image


Deputy Mamlatdar Bribe Case: સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર-ગાંભોઇ) તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર રમેશ પટેલને રૂપિયા 30 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ઝડપી પાડ્યો છે. જમીન ખનનની પરવાનગીના અભિપ્રાય મામલે જીતેન્દ્ર પટેલે 30 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જે બાદ મહેસાણા ACB ટીમે છટકું ગોઠવી આ લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જીતેન્દ્ર રમેશ પટેલ હિંમતનગર મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર (સર્કલ ઓફિસર-ગાંભોઇ) તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે જમીન ખનન માટેની પરવાનગીના અભિપ્રાય આપવા બદલ લાંચ માંગવાની ફરિયાદ ACBને મળી હતી. જીતેન્દ્ર પટેલે આ કામ માટે રૂપિયા 30થી 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ફરિયાદ મળતાની સાથે જ મહેસાણા ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. એક છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ફરિયાદી પાસેથી 30 હજાર રૂપિયાની લાંચ લેતી વખતે જીતેન્દ્ર રમેશ પટેલ (સર્કલ ઓફિસર-ગાંભોઇ )ને ACBની ટીમે દબોચી લીધો હતો.

ACB દ્વારા જીતેન્દ્ર રમેશ પટેલની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ACBની આ કાર્યવાહીથી લાંચિયા સરકારી કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.  

Tags :