Get The App

ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
ગ્રામ્ય એલસીબી દરોડો પાડી રોકડ, મોબાઇલ સહિત રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો 1 - image


- વિરમગામના મોટા ગોરૈયા ગામમાં 5 શખ્સ જુગાર રમતા ઝડપાયા

ડુમાણા : વિરમગામ તાલુકાના મોટા ગોરૈયા ગામમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ સહિત રૂ. ૭૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિરમગામ ગ્રામ્ય પોલીસ સ્ટેશન તાબાના મોટા ગોરૈયા ગામના પરાવાસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડો પાડી જાહેરમાં પૈસા પત્તા વડે હાર-જીતનો જુગાર રમી/ રમાડતા (૧) કાળુભાઇ કેશવજીભાઇ ઠાકોર (૨) મેરુભાઇ કરશનભાઇ ઠાકોર (૩) સતીષભાઇ સેંધાભાઇ ઠાકોર (ત્રણેય રહે. મોટા ગોરૈયા)(૪) મણીલાલ વિરજીભાઇ ચાવડા (રહે.વડગાસ ગામ) (૫) મહેશભાઇ બળદેવજી ઠાકોર (રહે.પનાર ગામ, તા.દેત્રોજ)ને ઝડપી પાડયા હતા. પોલીસે અંગ ઝડતી તથા દાવ ઉપરથી મળેલા રોકડ રૂ ૪૫,૬૫૦ તથા દાવ ઉપરથી રોકડ રૂ.૨૭૦૦, પાંચ મોબાઇલ કિ.રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૭૩,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :