Gujarat

ગ્રામ્ય એલીસીબીએ ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરતા બે શખ્સોને દબોચી લીધા

By GS TEAM
22 Jun 20251 min read
ગ્રામ્ય એલીસીબીએ ઈલેક્ટ્રીક મોટરની ચોરી કરતા બે શખ્સોને દબોચી લીધા

- પાણીની મોટર ચોરી કરતી ગેંગ ઝડપાઈ

- બગોદરા અને કોઠ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાયેલી 2.45 લાખની 21 મોટર જપ્ત

બગોદરા : બગોદરા અને કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાણીની મોટર ચોરીના ગુનામાં બે આરોપીને ઝડપી પાડયા છે. એલસીબીએ બંને શખ્સ પાસેથી ૨.૪૫ લાખની કિંમતની પાણીની ૨૧ નંગ મોટર કબજે કરી બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

અદાવાદના બગોદરા અને કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ખેતર અને કેનાલ સહિતના વિસ્તારમાંથી પાણી ખેંચવાની મોટરની ચોરના બનાવ બન્યા હતા. જેના કારણે વાવણી ટાણે જ ખેડૂતો પાકને પાણી નહીં આપી શકતા હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના પગલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે, પોલીસે ચોરી કરનારાઓની ઓળખ કરી ગોપાલભાઈ મંગાભાઈ સોલંકી (રહે.ગાંગડગામ) અને મેહુલભાઈ સાગરભાઇ મુંજવા (રહે. બેગવાગામ)ને ઝડપી પાડયા હતા. પોલીસે બંને શખ્સ પાસેથી ચોરાયેલી પાણીની ૨૧ નંગ મોટર (કિં.રૂ.૨,૪૫,૭૦૦)નો મુદ્દામાલ કબજે કર્યો છે.