વડોદરાના વાડી વિસ્તારમાંથી પસાર થતા રૂપારેલ કાંસ દસ વર્ષથી સફાઈ થયો નથી : રહીશોમાં રોષ
Vadodara : વડોદરા શહેરને પુરથી બચાવવા વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ કરાયો છે ત્યારે નદી સાથે જોડાયેલી વિવિધ કાસની સફાઈ પણ શરૂ કરાઇ છે ત્યારે વાડી વિસ્તાર ના વૈભવ અને પાર્વતી કુંજથી પસાર થતી રૂપારેલ કાંસ પાલિકાના નકશામાંથી લગભગ ભુસાઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહ્યું છે છેલ્લા દસેક વર્ષથી આ કાસની સફાઈ થઈ નથી.
ચોમાસુ આગામી દિવસોમાં નજીક આવી ગયું છે ત્યારે ફરી એકવાર સ્થાનિક રહીશો વિશ્વામિત્રીના પુરથી ગભરાઈ રહ્યા છે. આ કાંસની સફાઈ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.