રૂપાણી સરકાર બનાવી રહી છે લવ જેહાદ કાયદો, જાણી લો શું છે જોગવાઈ, સજા અને દંડ વિશે?
ગાંધીનગર, તા. 26 માર્ચ 2021, શુક્રવાર
વિધાન સભા ગૃહમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે. જેમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે.
કાયદો પસાર થયા બાદ બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે. કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન એ ગુનો ગણાશે. એટલું જ નહીં પરંતુ આવા લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખથી વધુના દંડની જોગવાઇ કરવામાં આવી છે. સગીર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદની જોગવાઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકાર લાવી રહી છે સૌથી સખ્ત અને કડક કાયદો, આ કાયદો પસાર થયા બાદ આરોપીને આકરી સજા મળશે.
ફરિયાદી કોણ હશે
સ્ત્રી પક્ષના લોહી સબંધના સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. ગુનાની તપાસ જિલ્લા પોલીસ વડા અને DYSP કરશે જેમાં 3 થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે. લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખનો દંડ થશે જ્યારે સગીર, SC STની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ કેદ અને 3 લાખનો દંડ થશે.
બિલની હાઇલાઇટ
- 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
- લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે
- સગીર-અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે
- ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે
- ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો
- બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
- કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગણાશે ગુનો
- લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી