Gujarat

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે

By GS TEAM
17 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા પાલિકાના સ્વીમીંગપુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે વિદ્યાર્થી દિઠ રૂ.10 લઇને સ્વીમીંગ શીખવાડવા લગત નિતિ-નિયમો/શરતો ગણવામાં આવશે. જે માટે સમગ્ર સભાની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં સ્વીમીંગપુલ ખાતે ગ્રુપ સ્વીમીંગ શીખવા નિયમો ઘડાશે : વિદ્યાર્થી દિઠ રૂ.10 ફી રાખશે

Vadodara : વડોદરા પાલિકાના સ્વીમીંગપુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે વિદ્યાર્થી દિઠ રૂ.10 લઇને સ્વીમીંગ શીખવાડવા લગત નિતિ-નિયમો/શરતો ગણવામાં આવશે. જે માટે સમગ્ર સભાની મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.

પાલિકાના ટુરીસ્ટ વિભાગ સંચાલિત કારેલીબાગ, સરદારબાગ, લાલબાગ અને રાજીવ ગાંધી એમ કુલ 4 મોટા સ્વીમીંગ પુલ તેમજ કારેલીબાગ અને લાલબાગના બે બાળ સ્વીમીંગ પુલોનું વહીવટી સંચાલન કરવામાં આવે છે. સ્વીમીંગપુલ ખાતે સભ્યોની ફીના માસિક અને વાર્ષિક ધોરણે અમલ કરવામાં આવે છે. પાલિકાના બજેટમાં શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દિઠ રૂ.10 લઇને સ્વીમીંગ શીખવાડવાની વ્યવસ્થા ઉભી કરવાનું ઠરાવવામાં આવેલ હતું. જે મુજબ શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દિઠ રૂ.10 લઇને સ્વીમીંગ શીખવાડવાની વ્યવસ્થા ઉભી કરવા સંબંધે નક્કી કરેલ નિતિ-નિયમો/શરતો જોવાઇ માન્ય રહે.

 જેની શરત મુજબ હદ વિસ્તારમાં સમાવિષ્ટ તમામ શાળાઓ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સહની) વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે વિદ્યાર્થી દિઠ રૂ.10માં સ્વીમીંગ શીખવાડવાને પાત્ર રહેશે. હાલના નિયમો મુજબ વિદ્યાર્થીઓ માટે ફીમાં મળતા 50% કન્સેશન પ્રમાણે વિદ્યાર્થી દિઠ પ્રવેશ ફી રૂ.25 તથા પ્રવેશ ફોર્મ ફી રૂ.50 ભરવાની રહેશે. બેબી પુલ અને મોટા પુલમાં ગ્રુપ પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું ગ્રુપ જે તે શાળા દ્વારા જ નક્કી કરવાનું રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વીમીંગ શીખવાડવા માટે સ્પોર્ટસ ઓફિસર અથવા સ્વીમર ઈન્સ્ટ્રકટર શાળાના પોતાના રહેશે. તમામ સ્વીમીંગપુલ ખાતે હાલની પ્રવેશ વ્યવસ્થાને ધ્યાને લેતા કારેલીબાગ/લાલબાગ બેબી પુલ માટે 6થી 12 વર્ષ સુધીના બાળ સભ્યોને પ્રવેશ મેળવવા ઓછામાં ઓછા 10 વધુમાં વધુ 45 અને તમામ મોટા પુલમાં પ્રવેશ માટે 12 વર્ષથી મોટા પરંતુ ફક્ત ધોરણ 10માં જ અભ્યાસ કરતા ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 50 વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને પ્રવેશ આપી શકાય. જે તે શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે પોતાના સ્પોર્ટસ ઓફિસર અથવા સ્વીમર ઈન્સ્ટ્રકટર સ્વિમિંગપુલ ખાતે ફરજીયાત હાજર રહેશે. વિદ્યાર્થીઓના ગ્રુપની સંપુર્ણ જવાબદારી શાળાની રહેશે. શાળા દ્વારા ગ્રુપમાં જોડાવા માગતા તમામ વિદ્યાર્થીઓની વિગત જે તે શાળાના સ્પોર્ટસ ઓફિસર અથવા સ્વીમર ઈન્સ્ટ્રકટર દ્વારા તૈયાર કરી દરેક વિદ્યાર્થીઓના ફોટા સાથેના મેડીકલ સર્ટી. સહીત શાળાનું નામ-સરનામું, વિદ્યાર્થીનું નામ-સરનામું, માતા-પિતા અથવા વાલીનું એકરારનામું વગેરે વિગતો ભરવાની રહેશે. શાળાનો દાખલો ભરી જેના પર શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવવાના રહેશે. બેબી પુલ માટે, 6થી 12 વર્ષ સુધીના 10થી 45 વિદ્યાર્થીઓનું ગ્રુપ શાળા દ્વારા બનાવી, જેની વિગત આ સાથે સામેલ ફોર્મમાં ભરી શાળા દ્વારા જે તે પુલ મેનેજર પાસે ચકાસણી કરાવી મેનેજરના અપ્રુવલ મેળવ્યા બાદ ઓનલાઇન પ્રવેશ પ્રક્રીયા કરવામાં આવ્યા પછી પ્રવેશ આપી શકાશે.