Gujarat

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

By GS TEAM
16 Dec 20251 min read
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

અમદાવાદ, મંગળવાર

ઠક્કરનગરમાં ગૃહ કલેશના કારણે મહિલા વર્ષથી પિયરમાં રહેતી હતી ગઇકાલે તેના પતિએ આવીને મહિલાની બહેન સાથે તકરાર કરી હતી અને તું કેમ તારી બહેનને તારા ઘરે રાખે છે કહીને પાઇપથી હુમલો કર્યો હતો બીજી બહેન છોડાવવા વચ્ચે પડતાં બન્ને બહેન ઉપર  હુમલો કરીને ટીવીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. પાઇપથી મારતા ગંભીર હાલતમાં મહિલા સિવિલમાં સારવાર હેઠળ છે.

તું કેમ તારી બહેનને ઘરે રાખે છે કહી પાઇપથી હુમલો કરીને ઘરમાં ટીવીની તોડફોડ કરી ઃ ગંભીર હાલતમાં મહિલા સિવિલમાં સારવાર હેઠળ ઃ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

ઠક્કરનગરમાં રહેતી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી તેમના બનેવી થાય છે અને તેમની બહેન એક વર્ષથી પિયરમાં હેવા આવી હતી બહેન તેમના ઘરે હતી.

 દરમિયાન ગઇકાલે તેના આરોપીએ આવીને ફ રિયાદી સાથે તકરાર કરી હતી અને તું કેમ તારી બહેનને તારા ઘરે રાખે છે કહીને પાઇપથી હુમલો કર્યો હતો બીજી બહેન છોડાવવા વચ્ચે પડતાં બન્ને બહેન ઉપર  હુમલો કરીને ટીવીની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. પાઇપથી મારતા ગંભીર હાલતમાં મહિલા સિવિલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.