Gujarat

ચાકુથી હુમલામાં બે યુવકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

By GS TEAM
17 Jun 20252 mins read
ચાકુથી હુમલામાં બે યુવકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

અમદાવાદ, મંગળવાર

ઓઢવમાં વાહન અથડવા જેવી સામાન્ય બાબતે તકરાર કરીને ત્રણ શખ્સોએ બે યુવકને ચાકુના ઘા માર્યા હતા. જેમાં બે મિત્રો નાસ્તો લેવા ગયા હતા ત્યાં એક્ટિવા ચાલકે સામાન્ય અકસ્માત થતાં તકરાર કરી હતી. જ્યાં સિંગરવાથી આવીને ઓઢર રિંગ રોડ ઉપર યુવકે કેમ દાદાગીરી કરતો હતો કહીને ગાળો બોલાની ચાકુથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવમાં વાહન અથડાતા કેમ દાદાગીરી કરતો હતો કહી તકરાર કરીને ત્રણ મિત્રોને ઢોર માર મારી ઘાતક હુમલો કર્યો ઃ ઓઢવ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરુ કરી

ઓઢવમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવ સરણીયાવાસ ક્વાટર્સમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિાયાદી તા.૧૪ના રોજ રાતે ૯ વાગે સમયે મિત્રો સાથે ઘરે હતા અને નાસ્તો લેવા મિત્રો સિંગરવા ખાતે ગયા બાદ પરત આવીને જણાવ્યું કે અમે નાસ્તો લેવા ગયા હતા ત્યાં વાહન અથડાતા એક એક્ટિવા ચાલકે ઝઘડો કર્યો હતો. 

બે કલાક પછી તેના મિત્રો સાથે ચા પીવા બહાર ગયા ત્યારે એક્ટિવા ચાલક ત્યાં હતો. તેણે બોલાવીને તું કેમ દાદાગીરી કરતો હતો કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. જે બાદ એક્ટિવા ચાલક તેના બે મિત્રો સાથે મળીને મારામારી કરીને  ચાકુથી ફરિયાદી યુવક અને તેના મિત્ર ઉપર હુમલો કરીને ત્રણેય શખ્સો નાસી ગયા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા  ઇજાગ્રસ્ત બન્ને મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.