વડાપ્રધાનના બંદોબસ્ત પછી ડમ્પર ટક્કરથી મહિલા પોલીસ-૧૦૮ની મહિલાનું મૃત્યું

અમદાવાદ,સોમવાર
નિકોલમાં આજે વડાપ્રધાનના રોડ શો અને જાહેર જાહેર સભાનો બંદોબસ્ત પુરો કરીને મહિલા કોસ્ટેબલ અને ૧૦૮ની મહિલા કર્મચારી એક્ટિવા ઉપર બેસીને ૧૦૮ સેન્ટર પાસેથી રિંડ રોડ ઉપર જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા ગાંધીનગર સાઇબ ક્રાઇમમાં ફરજ બજાવતા મહિલા કોેન્સ્ટેબલ અને ૧૦૮માં નોકરી કરતી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સાયબર ક્રાઈમના મહિલા કોન્સ્ટેબલ ભોગ બની ભારે વાહનોને ડાઇવર્ઝન આપ્યું તો પછી ડમ્પર કેવી રીતે આવ્યું
આજે વડાપ્રધાનનો નિકોલમાં રોડ શો અને જાહેર સભા હતી જે બંદોબસ્તમાં ગાંધીનગર સાયરબ ક્રાઇમમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ બંદોબસ્તમાં આવ્યા હતા, નિકોલમાં રોડ શો પૂરો કરીને મહિલા કાન્સ્ટેબલ અને ૧૦૮માં ફરજ બજાવતા મહિલા એક્ટિવા ઉપર બેસીને ૧૦૮ સેન્ટરથી નિકોલ રિંગ રોડ તરફ જતા હતા. આ સમયે પૂર ઝડપે આવી રહેલા ડમ્પરના ડ્રાઇવરે એક્ટિવાને ટક્કર મારતાં બન્ને મહિલાના માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.
આ સમયે ત્યાં હાજર પોલીસ દ્વારા પોતાની ગાડીમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી .જ્યાં સારવાર દરમિયાન મહિલા પોલીસ કર્મચારી અને ૧૦૮ની મહિલાનું મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાનના રોડ-શો અને જાહેર સભા સબંધે ટ્રાફિક પોલીસે નિકોલ અને નરોડામાં ભારે વાહન સહીતના વાહનો આવવા જવા ઉપર પ્રતિબંધ મૂકીને વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવ્યા હતા તો પછી ડમ્પર કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય બની ગયો છે.









