ડબગરવાડમાં જેપી હાઇસ્કુલની છત પડતાં કોન્ટ્રાકટર, મજૂરનું મોત

અમદાવાદ, બુધવાર
દરિયાપુર વિસ્તારમાં ડબરગવાડ પાસે આવેલી જે.પી.હાઇસ્કૂલની છત ધરાશાઇ થતાં કોન્ટ્રાકટર અને મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. દરિયાપુર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાટમાળ નીચે દટાતા સારવાર દરમિયાન મોત ઃ દરિયાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, આર.જી.દેસાઇના જણાવ્યા મુજબ દરિયાપુર વિસ્તારમાં ગબગરવાડ ખાતે આવેલી જે.પી.હાઇસ્કૂલની જર્જરીત છત આજે બપોેરે અચાનક ભડાકા સાથે તૂટી પડી હતી. આ સમયે ત્યાં હાજર દરિયાપુરમાં રહેતા 57 વર્ષના કોન્ટ્રાકટર અને રાજસ્થાનના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હાઇસ્કૂલની જર્જરીત છત નીચે ટેકા મૂકેલા હતા અને તાજેતરમાં ત્યાં રિંપેરિંગ કરવાનું હોવાથી કોન્ટ્રાકર મજૂર સાથે કામ જોવા ગયા હતા અને આ ઘટના બની હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









