રાજકોટમાં સસ્તા ફ્લેટ માટે સવા બે મહિના પછી રૂડા દ્વારા ફરી કામગીરી શરૂ કરાઈ
રાજકોટ, તા. 30 મે 2020 શનિવાર
રાજકોટમાં હજારો લોકો ખાસ કરીને પશ્ચિમ ઝોનમાં સારા લોકેશનમાં ઘરનું ઘર મેળવવા વર્ષોથી ઇન્તજાર કરી રહ્યા છે. જે અન્વયે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરના પોશ વિસ્તાર કાલાવાડ રોડ પર મુંજકા અને મોટા મોવા વિસ્તારમાં 3977 આવાસો ખાસ કરીને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી બાંધવામાં આવી રહ્યા છે.
આ માટે ઓનલાઈન અરજી મેળવવા માટે શરૂ કરાયેલી કામગીરી તારીખ 23 માર્ચથી લોકડાઉનના પગલે સ્થગિત કરાઇ છે. હવે છૂટછાટો મળી રહી છે ત્યારે આજે રૂડા દ્વારા આ આવાસ માટે રૂડાની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું છે.
હવે ફોર માટેની રૂપિયા 100ની ફી ભરવાની રહેશે નહીં. અરજદારોને ફોર્મ ભર્યા પછી રસીદ ખાસ ડાઉનલોડ કરવા જણાવાયું છે.