Gujarat

લાલપુરના ખીરસરા ગામે ડાયવર્ઝનનો રસ્તો કાઢવા બાબતે બબાલ : ગ્રામ પંચાયતના સભ્ય પર એક શખ્સ દ્વારા હુમલો કરાયો

By GS TEAM
4 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં ડાઈવર્ઝનનો રસ્તો કાઢવા માટે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન ગામના જ એક શખ્સે આવી અને આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો, અને એકાએક હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લાલપુરના ખીરસરા ગામે ડાયવર્ઝનનો રસ્તો કાઢવા બાબતે બબાલ : ગ્રામ પંચાયતના સભ્ય પર એક શખ્સ દ્વારા હુમલો કરાયો

Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામમાં ડાઈવર્ઝનનો રસ્તો કાઢવા માટે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન ગામના જ એક શખ્સે આવી અને આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો, અને એકાએક હુમલો કરી દેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

લાલપુર પાસે ખીરસરા ગામે ગઈકાલે ખીરસરા મહાદેવ મંદિર નજીક નદીના કાંઠે પુલના કામ અંગે વિવાદ સર્જાયો હતો. ફરીયાદી અશ્વિનીકુમાર નાથાલાલ લાઠીયા, જે ગ્રામ પંચાયતના સભ્ય છે, પુલના કામ માટે ડાયવર્ઝન કાઢવા સ્થળ પર ગયા હતા. તે સમયે આરોપી આશીફખાન ઉર્ફે ટીનો દિલાવરખાન જરવાર દ્વારા ડાયવર્ઝન કાઢવા વિરોધ કરી લાકડાના ધોકા વડે માથાના ભાગે ઘા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. તેમજ ગાળો આપી ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 118(1), 352 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.